‘ડંકી’ માત્ર શાહરૂખ ખાનની જ નહીં પરંતુ 2023ની પણ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે હવે પૂરી થઈ ગઈ છે.’ડંકી’એ 21મી ડિસેમ્બરે સિનેમાઘરોના દરવાજા ખખડાવ્યા છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી પણ શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે શાહરૂખને ચોંકાવી દે તેવા છે.’ડંકી’ રિલીઝ થયા પછી તરત જ ઓનલાઈન લીક થઈ ગઈ છે.
Tamilrockers, Filmyzilla, Telegram જેવી વેબસાઈટ પર ફિલ્મ લીક થઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘Dinky’ MovieRules, FilmyZilla, TamilRockers, Telegram અને 123Movies જેવી ઘણી સાઇટ્સ પર ઉપલબ્ધ છે. આ સાઇટ્સ પરથી લોકો આ ફિલ્મને HD પ્રિન્ટમાં ફ્રીમાં ડાઉનલોડ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં તેના બોક્સ ઓફિસ કલેક્શન પર અસર પડી શકે છે. થિયેટરમાં જઈને ટીકીટ ખરીદવાને બદલે દર્શકો ઘરે બેસીને આ ફિલ્મ ફ્રીમાં જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ‘ડંકી’ના મેકર્સે હાલમાં જ એક વીડિયો શેર કરીને પાયરસીનો વિરોધ કર્યો હતો.
જાણો ફિલ્મ ‘ડંકી’ વિશે
‘ડંકી’માં, શાહરૂખ તાપસી પન્નુ સાથે છે, જે પહેલીવાર જોવા મળી રહી છે. તેમાં વિકી કૌશલ અને બોમન ઈરાની પણ મહત્વના રોલમાં છે. આ બંને કલાકારોની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે.’ડંકી’નું દિગ્દર્શન રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે અગાઉ ‘3 ઈડિયટ્સ’ અને ‘પીકે’ જેવી ફિલ્મો દર્શકો સમક્ષ રજૂ કરી છે.’ડંકી’ ટિકિટ બારી પર ‘સામ બહાદુર’ અને ‘એનિમલ’ સાથે સ્પર્ધા કરશે.