અમદાવાદ શહેરમાં રિવરફન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા આ ફ્લાવર શોનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો છે. હવે જાહેર જનતા આ ફલાવર શોનો માણવાનો લાભ લઇ શકશે. આ ફ્લાવર શો આજથી લઇ 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતના ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગાપુર, યુરોપિયન દેશોમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતો જોવા મળશે. ત્યારે વિદેશી ફુલોની મહક લોકોને રિવર ફ્રન્ટ ખાતે માણવા મળશે.
ફ્લાવર શો નિહાળવાના સમયની વાત કરીએ તો સવારે 9થી રાત્રે 10 સુધી જાહેર જનતાને પ્રવેશ આપવામાં આવશે. આમ તો ફ્લાવર શો 2013થી શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં હમણાં સુધીમા અનેક ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષે યોજાયેલા પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ-છોડના રોપા જોવા મળશે. તો આ તરફ 7 લાખ કરતાં વધુ રોપાથી 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ફ્લાવર શોના શુલ્કની વાત કરીએ ફ્લાવર શોમાં એન્ટ્રી મેળવવા માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશ ફી 50 રૂપિયા નક્કી કરાઇ છે. જ્યારે શનિવાર અને રવિવારના દિવસે ફ્લાવર શોમાં રૂ. 75 ફી પેટે ચુકવવી પડશે. ઉપરાંત આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે.
આ વખતે યોજાયેલા ફ્લાવર શોમાં મુલાકાતીઓને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ, વિક્રમ લેન્ડર ચંદ્રયાનની પ્રતિકૃતિ નિહાળવા મળશે. એટલુ જ નહિ બાળકો માટે પણ વિશેષ કાર્ટૂન કેરેક્ટર ફુલોમાંથી બનાવવામાં આવ્યા છે. ત્યારે 15 જાન્યુઆરી સુધી તમે ફુલોની સુગંધનો આનંદ માંણી શકશો…..