હેડલાઈન :
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી G 20 સમિટ વચ્ચે US પ્રમુખને મળ્યા
- US પ્રમુખ જો બાઈડેન સાથેની મુલાકાની તસવીર શેર કરી
- PM નરેન્દ્ર મોદીએ કહ્યુ તેમને મળીને હંમેશા આનંદ થાય
- બ્રાઝિલમાં”એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ”થીમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં G20 સમિટ વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેન સાથે મુલાકાત કરી હતી, PMએ તેમના X એકાઉન્ટ પર જો બિડેન સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો હતો.
प्रधानमंत्री नरेंद्र मोदी ने ट्वीट किया, "रियो डी जेनेरियो में जी-20 शिखर सम्मेलन में अमेरिकी राष्ट्रपति जो बिडेन के साथ… उनसे मिलकर हमेशा खुशी होती है।" pic.twitter.com/jgp5HLqd5s
— ANI_HindiNews (@AHindinews) November 18, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં G20 સમિટની વચ્ચે US રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી,PM મોદીએ તેમના X એકાઉન્ટ પર જો બિડેન સાથેની તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો હતો.પીએમ નરેન્દ્ર મોદીએ તસવીર શેર કરતાં કહ્યું કે,તમને મળીને હંમેશા આનંદ થાય છે.આ દરમિયાન પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત ઘણા દેશોના વડાઓ સાથે મુલાકાત કરી.
વડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં G 20 સમિટ માટે બ્રાઝિલ પહોંચ્યા હતા. PM મોદી 16-21 નવેમ્બર સુધી નાઈજીરિયા,બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાની ફળદાયી મુલાકાત બાદ સોમવારે બ્રાઝિલ પહોંચ્યા.રિયો ડી જાનેરો પહોંચતા ભારતીય સમુદાય દ્વારા તેમનું સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
2014 અને 2019માં બ્રિક્સ સમિટ બાદ પીએમ મોદીની બ્રાઝિલની આ ત્રીજી મુલાકાત છે.ગયા વર્ષે,ભારતે નવી દિલ્હીમાં ઐતિહાસિક G20 સમિટનું આયોજન કર્યું હતું.બ્રાઝિલની અધ્યક્ષતામાં આ વર્ષની G20 સમિટની થીમ ‘એક ન્યાયી વિશ્વ અને ટકાઉ ગ્રહનું નિર્માણ’ છે, જે સામાજિક સમાવેશ,ગરીબી નાબૂદી,ટકાઉ વિકાસ અને વૈશ્વિક શાસનમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
G20 એક આંતરરાષ્ટ્રીય મંચ છે.તેમાં 19 દેશો અને યુરોપિયન યુનિયન એટલે EU સભ્યોનો સમાવેશ થાય છે.G20 ની રચના 1999 માં થઈ હતી.તેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક નાણાકીય કટોકટીને નિયંત્રિત કરવાનો અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.