હેડલાઈન :
- ઉત્તર પ્રદેશમાં સંભલની જામા મસ્જિદનો વિવાદ
- શ્રી હરિહર મંદિરના દાવા બાદ કોર્ટનો આદેશ
- કોર્ટના આદેશ પર જામા મસ્જિદમાં સર્વે શરૂ કરાયો
- સર્વે સમયે સ્થળ પર મોટા પાયે સુરક્ષાદળો તૈનાત
- હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં શ્રી હરિહર મંદિર હતુ
- કોર્ટે મસ્જિદમાં સર્વે માટે એડવોકેટ સમિશનની નિમણુંક કરી
ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં શ્રી હરિ મંદિરના નિર્માણને લઈને શરૂ થયેલો વિવાદ મામલે સ્થનિક કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ હવે આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
– કોર્ટના આદેશ બાદ સંભલ જામા મસ્જિદમાં સર્વે શરૂ
ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદમાં શ્રી હરિ મંદિરના નિર્માણને લઈને શરૂ થયેલો વિવાદ હવે દેશભરમાં છવાઈ ગયો છે.સ્થાનિક કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ હવે આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.કોર્ટમાંથી સર્વેની મંજૂરી મળ્યા બાદ આ મસ્જિદનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન, શાંતિ જાળવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
– હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં શ્રી હરિહર મંદિર હતુ
સંભલની જામા મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે પહેલા અહીં હરિહર મંદિર હતું, જે હિન્દુ ધર્મના આસ્થાના મહત્ત્વના કેન્દ્રોમાંનું એક હતું, બાદમાં તેના કેટલાક ભાગોને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ તેમની ઐતિહાસિક મસ્જિદ છે,જે આ વિસ્તારની સૌથી જૂની ઇમારતોમાંની એક છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને ચંદૌસી સિવિલ કોર્ટમાં આ કેસ રજૂ કર્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે સર્વે માટે એડવોકેટ કમિશનની નિમણૂક કરી છે.
– મસ્જિદના આંતરિક ભાગોની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી
કોર્ટના આદેશ મુજબ એડવોકેટ કમિશન દ્વારા મસ્જિદના આંતરિક ભાગોની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી.હિન્દુ પક્ષનું કહેવું છે કે આ મસ્જિદ મંદિરની ઉપર બનાવવામાં આવી છે,તેથી મંદિરના કેટલાક અવશેષો ત્યાં મળી શકે છે.જેને આધારે કોર્ટ દ્વારા સર્વેના આદેશો આપવામાં આવ્યા છે.તો સંભલ પ્રશાસન આને લઈને હાઈ એલર્ટ પર છે,જેના કારણે મસ્જિદના મુખ્ય દરવાજાઓ પર RRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને રસ્તાઓ પર બેરીકેટ્સ ખડકીને પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
– સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે PAC તૈનાત
આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટે PAC પણ તૈનાત કરવામાં આવી છે.તે જ સમયે,વહીવટીતંત્ર સોશિયલ મીડિયા જેવી જગ્યાઓ પર પણ નજર રાખી રહ્યું છે.આવી સ્થિતિમાં અફવા ફેલાવતા બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
– શું કહે છે એડવોકેટ વિષ્ણુ શંકર જૈન
આ બાબતે એડવોકેટ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે હરિહર મંદિર અમારી આસ્થાના મુખ્ય કેન્દ્રોમાંથી એક છે.લોકપ્રિય ધાર્મિક માન્યતાઓ અનુસાર,આ ભગવાન કલ્કિનું જન્મસ્થળ છે,ભવિષ્યમાં અહીં કલ્કીનો અવતાર થશે.આ મસ્જિદ બાબર દ્વારા 1529 માં બનાવવામાં આવી હતી,જ્યારે હાલના મંદિરને તોડીને અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી.આવી સ્થિતિમાં સર્વે કરાવવો જરૂરી છે,ત્યારબાદ સમગ્ર સત્ય બહાર આવશે.આ સ્થળ ઐતિહાસિક હોવાથી,તે ASI દ્વારા સુરક્ષિત છે અને તેના પર કોઈ માલિકીનો દાવો કરી શકતું નથી.