Tuesday, June 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home આંતરરાષ્ટ્રીય

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી : પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે વિકેટોની વણઝાર,ભારતે ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલ્યુ

પર્થ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ છે જેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 67 રને 7 વિકેટ ગુમાવી છે,તો પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉચ થઈ હતી.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Nov 22, 2024, 05:17 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટનો પર્થમાં પ્રારંભ
  • પર્થ ટેસ્ટની પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ
  • પહેલા દિવસે બંને દેશોના બોલરો છવાયેલા રહ્યા
  • ભારત-ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ ધબડકો વાળ્યો
  • પ્રથમ બેટિંગ કરતા ભારત 150 રને ઓલ આઉટ
  • ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ભારતીય બોલરો સામે ધરાશાયી
  • ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટે 67 રન જ બનાવી શકી

પર્થ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ છે.જેમાં ઓસ્ટ્રેલિયા તેની પ્રથમ ઇનિંગમાં 67 રને 7 વિકેટ ગુમાવી છે,તો પહેલા બેટિંગ કરતા ભારત 150 રનમાં ઓલઆઉચ થયુ હતુ.

– પર્થ ટેસ્ટનો પહેલો દિવસ સમાપ્ત 

પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરને શુક્રવારથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ છે.આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ છેભારતીય કેપ્ટન જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.અને મેદાને ઉતરેલી ભારતીય ટીમનું બેટિંગ પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યુ હતુ.અને ધડાધડ વિકેટો પડી અને પ્રથમ દિવના લગભગ મધ્યાંતરે જ 150 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.ભારતીય ટીમ ઓલઆઉટ થયા બાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમના બેટ્સમેનોએ પણ ધબડકો વાળ્યો હતો.અને પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયન ટીમની માત્ર 67 રનમાં 7 વિકેટો પડી ગઈ હતી.ત્યારે કહી શકાય કે શ્રેણીની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે બંને ટીમોમાં બોલરોનો દબદબો રહ્યો હતો.જ્યારે બેટ્સમેનોનો રકાસ થયો હતો.

– ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 83 રનથી પાછળ
આપણે જોયુ તેમ પર્થ ટેસ્ટના પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે.ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં સાત વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા છે.ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા.આ મામલે ઓસ્ટ્રેલિયા હજુ પણ 83 રન પાછળ છે.ભારતીય બેટિંગ ફ્લોપ રહી અને 150 રનમાં ઓલઆઉટ થઈ ગયા પછી એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા કાબૂમાં છે,પરંતુ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ વધુ ખરાબ હતી.અત્યાર સુધી કોઈ કાંગારૂ બેટ્સમેન 20ના આંકને પાર કરી શક્યો નથી.જસપ્રીત બુમરાહે ભારત તરફથી અત્યાર સુધી ચાર વિકેટ ઝડપી છે.

– ઓસ્ટ્રેલિયાની ટીમનું ખરાબ બેટિંગ પ્રદર્શન  

ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી.ત્રીજી ઓવરમાં જ બુમરાહે નાથન મેકસ્વીનીને LBW ઓઉટ કર્યો હતો.તે ફક્ત 10 રન બનાવી શક્યો હતો.આ પછી બુમરાહે ઉસ્માન ખ્વાજાને કોહલીના હાથે કેચ કરાવ્યો, પછીના જ બોલ પર સ્ટીવ સ્મિથને LBW આઉટ કરાવ્યો ખ્વાજાએ આઠ રન બનાવ્યા હતા અને સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ડેબ્યૂ કરીને ટ્રેવિસ હેડ ક્લીન બોલ્ડ થયો હતો.તે 11 રન બનાવી શક્યો હતો.આ સાથે જ મિશેલ માર્શ છ રન બનાવીને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. સિરાજ પછી લાબુશેનને LBW કર્યો તે 52 બોલમાં બે રન બનાવી શક્યો.ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ભારતીય કેપ્ટન બુમરાહે પંતના હાથે કેચ કરાવ્યો હતો.તે ત્રણ રન બનાવી શક્યો હતો.હાલમાં એલેક્સ કેરી 19 રન અને મિચેલ સ્ટાર્ક છ રન બનાવીને અણનમ છે.બુમરાહ સિવાય મોહમ્મદ સિરાજે બે અને હર્ષિત રાણાને એક વિકેટ મળી હતી.

– ભારત 150 રનમાં ઓલ આઉટ 

આ પહેલા ભારતનો પ્રથમ દાવ 150 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમના 11 બેટ્સમેન મળીને 50 ઓવર પણ બેટિંગ કરી શક્યા ન હતા.આખી ટીમ 49.3 ઓવરમાં સમેટાઈ ગઈ.નીતિશ રેડ્ડીએ સૌથી વધુ 41 રન બનાવ્યા.ઋષભ પંતે 37 રનની અને કે.એલ.રાહુલે 26 રનની ઇનિંગ રમી.ભારતની શરૂઆત ખરાબ રહી હતી.ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યા હતા.વિરાટ કોહલી પાંચ રન બનાવીને આઉટ થય અને ધ્રુવ જુરેલ 11 રન બનાવીને આઉટ થયો.વોશિંગ્ટન સુંદર પણ ચાર રન બનાવી શક્યો તો પંત અને નીતિશે સાતમી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી.પંતના આઉટ થતા જ ભારતીય દાવ 150 રન પર સમેટાઈ ગયો હતો.ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી.જ્યારે મિચેલ સ્ટાર્ક,પેટ કમિન્સ અને માર્શને બે-બે વિકેટ મળી હતી.

SORCE : હિન્દુસ્તાન સમાચાર

Tags: australiaborder-gavaskar-trophyicricketINDIAPARTHSLIDERTEST CRICKETTOP NEWS
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.