હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની કવાયત
- ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અમિત શાહ સહિતના પ્રચારકો
- કેન્દ્રીય પ્રધાનો પણ કરશે દિલ્હીમાં ઝંઝાવાતી પ્રચાર
- ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પ્રચારમાં જોડાશે
- સ્મૃતિ ઈરાની,બાંસુરી સ્વરાજ,હેમા માલીની કરશે પ્રચાર
ભારતીય જનતા પાર્ટીએ બુધવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા અગ્રણી નેતાઓના નામ શામેલ છે. આ યાદીમાં સાંસદ હેમા માલિની, મનોજ તિવારી અને રવિ કિશનનો સમાવેશ થાય છે.
दिल्ली विधानसभा चुनाव-2025 हेतु भाजपा के स्टार प्रचारकों की सूची संलग्न है! pic.twitter.com/bm389CHrzJ
— BJP Delhi (@BJP4Delhi) January 15, 2025
આ યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા અગ્રણી નેતાઓના નામ શામેલ છે.આ યાદીમાં સાંસદ હેમા માલિની,મનોજ તિવારી અને રવિ કિશનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા,સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ,કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી,કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ,કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ,કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ,કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન,કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરી,કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહનો સમાવેશ છે.તો વળી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ,મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ,આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા,મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ,ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ પ્રચાર કરશે.
આ સાથે બૈજયંત જય પાંડા, અતુલ ગર્ગ,ડૉ. અલ્કા ગુર્જર,હર્ષ મલ્હોત્રા,કેશવ પ્રસાદ મૌર્ય,પ્રેમ ચંદ બૈરવા,સમ્રાટ ચૌધરી,ડૉ.હર્ષવર્ધન,હંસરાજ હંસ,મનોજ તિવારી,રામવીર સિંહ બિધુરી,યોગેન્દ્ર ચંદોલિયા,કમલજીત સેહરાવત, પ્રવીણ ખંડેલવાલ,બાંસુરી સ્વરાજ,સ્મૃતિ ઈરાની,અનુરાગ ઠાકુર,હેમા માલિની,રવિ કિશન,દિનેશ લાલ યાદવ અને સરદાર રાજા ઇકબાલ સિંહ પણ દિલ્હીમાં પ્રચાર કરશે.
ભાજપે અત્યાર સુધીમાં 59 ઉમેદવારોના નામની ત્રણ યાદીઓ જાહેર કરી છે.તો હજુ 11 ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.આમ આદમી પાર્ટીએ તમામ 70 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.કોંગ્રેસે 63 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી છે.દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને 8 ફેબ્રુઆરીએ મતગણતરી થશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર