હેડલાઈન :
- ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડ મામલે CBIની મોટી કાર્યવાહી
- CBI ટામો દ્વારા દેશના 7 રાજ્યોમાં સઘન તપાસ
- દિલ્હી,ઝારખંડ,પંજાબ,મધ્યપ્રદેશમાં CBI ની તપાસ
- ગુજરાત,તમિલનાડુ રાજસ્થાનમાં પણ CBI ની તપાસ
- 10 સ્થળો પર રેડમાં 350 કરોડથી વધુના વ્યવહારો મળ્યા
- 34.20 લાખ રૂપિયા અને 38,414 યુએસ ડોલર જપ્ત કરાયા
- પોન્ઝી યોજનાઓનો પ્રચાર સોશિયલ મીડિયા ગૃપ દ્વારા કરાયો
ક્રિપ્ટોકરન્સી વ્યવહારો અને ડિજિટલ કરન્સી પોન્ઝી યોજનાઓમાં રોકાણ કરવા માટે લોકોને લલચાવીને સાયબર છેતરપિંડીના કેસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI એ રાજસ્થાન સહિત સાત રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
CBI એ દેશના સાત રાજ્યોમાં મોટી કાર્યવાહી દરમિયાન 34.20 લાખ રૂપિયા અને 38,414 યુએસ ડોલર જપ્ત કર્યા છે.આરોપીઓએ પીડિતોને ઓનલાઈન લોન,ઓનલાઈન લક ઓર્ડર,યુપીઆઈ છેતરપિંડી અને ઈન્ટરનેટ બેંકિંગ કૌભાંડની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ક્રિપ્ટોકરન્સી વ્યવહારો અને ડિજિટલ કરન્સી પોન્ઝી યોજનાઓમાં રોકાણ કરવા માટે લોકોને લલચાવીને સાયબર છેતરપિંડીના કેસના સંદર્ભમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI એ રાજસ્થાન સહિત સાત રાજ્યોમાં દરોડા પાડ્યા હતા.
સીબીઆઈએ સાત લોકોની હાજરીમાં દિલ્હી,ઝારખંડ, પંજાબ,મધ્યપ્રદેશ,ગુજરાત,તમિલનાડુ અને રાજસ્થાનમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા.ચિત્તોડગઢમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જ્યારે અન્ય કાર્યવાહી દિલ્હી,હજારીબાગ,ભટિંડા,રતલામ,વલસાડ,પુડુક્કોટાઈ શહેરમાં થઈ હતી.CBI દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે સાયબર ક્રાઈમ મોડ્યુલ ચલાવતા સાત આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે.આ કાર્યવાહી દરમિયાન CBI એ 34.20 લાખ રૂપિયા અને 38,414 યુએસ ડોલર જપ્ત કર્યા છે.આરોપીઓએ પીડિતોને ઓનલાઈન લોન,ઓનલાઈન લક ઓર્ડર,યુપીઆઈ છેતરપિંડી અને ઈન્ટરનેટ બેંકિંગ કૌભાંડની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હતી.
CBIના પ્રવક્તા અનુસાર,’આ પોન્ઝી યોજનાઓનો પ્રચાર વિવિધ સોશિયલ મીડિયા ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યો હતો.’બેંક ખાતાના વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સી વોલેટ્સના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ યોજનાઓમાંથી ગેરકાયદેસર રીતે મળેલી રકમને તેમના મૂળને છુપાવવા માટે ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી હતી.અધિકારી અનુસાર આ યોજનાઓમાં 350 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હોવાનો આરોપ છે.
7 લોકો સામે 350 કરોડ રૂપિયાના ક્રિપ્ટો પોન્ઝી કૌભાંડનો કેસ નોંધ્યા બાદ,CBI કહે છે કે, ‘આ પોન્ઝી યોજનાઓનો પ્રચાર વિવિધ સોશિયલ મીડિયા ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યો હતો.’ બેંક ખાતાના વ્યવહારો અને ક્રિપ્ટોકરન્સી વોલેટ્સના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે આ યોજનાઓમાંથી ગેરકાયદેસર રીતે મળેલી રકમને તેમના મૂળને છુપાવવા માટે ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજનાઓમાં 350 કરોડ રૂપિયાથી વધુના વ્યવહારો થયા હોવાનો આરોપ છે.આરોપીઓ કથિત રીતે દિલ્હી,હજારીબાગ,ભટિંડા,રતલામ,વલસાડ,પુડુક્કોટાઈ અને ચિત્તોડગઢ શહેરોમાં 7 અલગ અલગ મોડ્યુલ ચલાવતા હતા જે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણનું વચન આપીને રોકાણકારો પાસેથી પૈસા પડાવતા હતા.CBI એ આ સંદર્ભમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા છે.
10 સ્થળોએ દરોડા દરમિયાન, CBI એ 34.20 લાખ રૂપિયા ઉપરાંત, મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા જેમાં 7 મોબાઇલ ફોન,1 લેપટોપ,1 ટેબ્લેટ,3 હાર્ડ ડિસ્ક,10 પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ,સિમ કાર્ડ, ATM /ડેબિટ કાર્ડ,ઇમેઇલ એકાઉન્ટ અને ઘણા ગુનાહિત દસ્તાવેજોનો સમાવેશ થાય છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે.એજન્સીએ ભારતીય દંડ સંહિતાની કલમ 120-B એટલે ગુનાહિત કાવતરું તેમજ કલમ 420 એટલે છેતરપિંડી અને માહિતી ટેકનોલોજી અધિનિયમ,2000 ની કલમ 66D હેઠળ કેસ નોંધ્યો છે.
CBI તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ પાસે CoinDCX, WazirX, Zebpay અને BitBns જેવા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સાથે બહુવિધ બેંક ખાતા અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ (VDA) વોલેટ હતા. તેઓ છેતરપિંડી દ્વારા વ્યવહારો કરતા હતા.
SORCE : પત્રિકા