નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ થવાના અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 76000ની નીચે ખુલ્યો છે અને નિફ્ટી 23000ની નીચે ખુલ્યો છે. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્કિંગ, આઈટી અને ઉર્જા ક્ષેત્રના શેરોમાં વેચવાલીથી બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ફક્ત રિયલ એસ્ટેટ સેક્ટર ઇન્ડેક્સ જ ફાયદા સાથે કારોબાર કરી રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ ૫૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૬૪૫ પર અને નિફ્ટી ૧૫૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૯૪૦ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
રોકાણકારોએ 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
સપ્તાહના પહેલા જ સત્રમાં રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. બજારમાં સતત ઘટાડાને કારણે, BSE પર લિસ્ટેડ શેરોના માર્કેટ કેપમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે. બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. ૪૧૩.૩૫ લાખ કરોડ થયું છે, જે પાછલા સત્રમાં રૂ. ૪૧૯.૫૧ લાખ કરોડ હતું. આનો અર્થ એ થયો કે રોકાણકારોને 6.16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
વધતા અને ઘટતા શેરો
સવારના સત્રમાં, BSE પર ટ્રેડ થઈ રહેલા 3344 શેરોમાંથી, 2564 શેરોમાં ઘટાડો જોવા મળ્યો અને માત્ર 601 શેરોમાં જ વધારો જોવા મળ્યો છે. ૨૧૦ શેર નીચલી સર્કિટમાં છે અને ફક્ત ૮૧ શેર ઉપલી સર્કિટમાં છે. બીએસઈ સેન્સેક્સના ૩૦ શેરોમાંથી માત્ર ૯ શેરો વધી રહ્યા છે જ્યારે ૨૧ શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તેજીમાં રહેલા શેરોમાં, HUL 1.46 ટકા, ITC 0.71 ટકા, ICICI બેંક 0.56 ટકા, મારુતિ સુઝુકી 0.35 ટકા, નેસ્લે 0.25 ટકા અને SBI 0.05 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ઝોમેટો 2.94 ટકા, ટાટા સ્ટીલ 1.77 ટકા, પાવર ગ્રીડ 1.71 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 1.23 ટકા, ટાટા મોટર્સ 1.14 ટકા, HCL ટેક ૧.૦૩ ટકા ડાઉન ટ્રેડ કરી રહ્યા છે.