Tuesday, June 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home ક્રાઈમ

હિન્દુ ઓળખના આધારે દેશમાં અત્યાર સુધીમાં ક્યાં અને કેટલી હત્યાઓ થઈ?,પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ

આ પહેલી વાર નથી જ્યારે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા હોય,પરંતુ જમ્મુ અને કાશ્મીર સહિત દેશના ઘણા ભાગોમાં હિન્દુ ઓળખ સાથે હુમલાઓ પહેલા પણ થયા છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
May 14, 2025, 04:44 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • પહેલગામ આતંકવાદી હુ્મલો એ હિન્દુઓની આત્મા પર પ્રહાર
  • આતંકવાદીઓએ પ્રવાસીઓના ધર્મ પુછીને ગોળીઓ વિંઝી દીધી
  • ઈસ્લામિક ક્ટ્ટરપંથનો મોજુદ દાખલો એટલે પહેલગામ એટેક
  • દેશમાં આ પ્રકારે હિન્દુ ઓળખ પુછી થયા છે અનેક હુમલા
  • વર્ષ 2018માં આસામ રાજ્યમાં થયો હતો તિનસુકિયા હત્યાકાંડ
  • વર્ષ 2028માં થયો હતો 26/11 નો મુંબઈ આતંકવાદી હુ્મલા
  • વર્ષ 1989 માં બન્યો ન્યાયાધીશ નીલકંઠ ગંજૂનો હત્યા કેસ
  • દૂરદર્શનના દિગ્દર્શક લસ્સા કૌલની આતંકવાદીઓ દ્વારા હત્યા

આ પહેલી વાર નથી જ્યારે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા હોય,પરંતુ જમ્મુ અને કાશ્મીર સહિત દેશના ઘણા ભાગોમાં હિન્દુ ઓળખ સાથે હુમલાઓ પહેલા પણ થયા છે.

22 એપ્રિલ 2025ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખીણમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલો હિન્દુ પ્રવાસીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓને તેમનું નામ અને ધર્મ પૂછ્યું.ત્યારબાદ તેઓએ ઓળખપત્રો તપાસ્યા અને કેટલાક કિસ્સાઓમાં પુરુષોને તેમના પેન્ટ ઉતારવા કહ્યું જેથી ખાતરી થઈ શકે કે તેઓ મુસ્લિમ નથી.આ ઉપરાંત કેટલાક પ્રવાસીઓને ઇસ્લામિક શ્લોકોનું પઠન કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ પરીક્ષણોમાં જેઓ મુસ્લિમ ન હોવાનું માલૂમ પડ્યું તેમને ગોળી મારી દેવામાં આવી. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના હિન્દુ પ્રવાસીઓ હતા.પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.આ પહેલી વાર નથી જ્યારે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા હોય,પરંતુ જમ્મુ અને કાશ્મીર સહિત દેશના ઘણા ભાગોમાં આવા હુમલાઓ પહેલા પણ થયા છે.

ચાલો જાણીએ કે ભારતમાં હિન્દુ ઓળખના આધારે ક્યારે અને ક્યાં હત્યાઓ થઈ?

– તિનસુકિયા હત્યાકાંડ આસામ (1 નવેમ્બર 2018)

– હિન્દુઓની હત્યા સામે વિરોધ
1 નવેમ્બર 2018 ના રોજ,આસામના તિનસુકિયા જિલ્લાના ખેરબારી ગામમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા પાંચ બંગાળી હિન્દુ પુરુષોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.હુમલાખોરો લશ્કરી ગણવેશમાં હતા અને પીડિતોને તેમના ઘરમાંથી બહાર બોલાવીને નદી કિનારે લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા હતા જ્યાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી.માર્યા ગયેલા બધા મજૂર વર્ગના લોકો હતા.શંકા ULFA (I) પર હતી, પરંતુ સંગઠને જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો.આ હત્યાકાંડ NRC અને નાગરિકતા સુધારા બિલ (CAA) સામેના વિરોધ પ્રદર્શનોની પૃષ્ઠભૂમિ સામે થયો હતો,જેના કારણે બંગાળી સમુદાયમાં ભય ફેલાયો હતો.આ હત્યા માટે હજુ સુધી કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી.પોલીસ તપાસ ચાલુ રહી,પરંતુ કોઈ નક્કર પુરાવા કે ધરપકડ મળી નહીં.

–26/11 મુંબઈ હુમલો (26 નવેમ્બર 2008 ) (ફોટો- ન્યૂઝ 18)

26 નવેમ્બર 2008 ના રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા26/11 ના મુંબઈ હુમલા કરવામાં આવ્યા હતા.મુંબઈમાં તાજ હોટેલ,સીએસટી સ્ટેશન,નરીમન હાઉસ સહિત અનેક સ્થળોએ દસ આતંકવાદીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ૧૭૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ હુમલામાં આતંકવાદી અજમલ કસાબની ધરપકડ કરવામાં આવી હતી,જેને બાદમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

આ હુમલામાં આતંકવાદીઓએ નરીમન હાઉસ,યહૂદી પરિવારો અને અન્ય સ્થળોએ લોકોને તેમનો ધર્મ પૂછ્યા પછી મારી નાખ્યા.કેટલાક અહેવાલો અનુસાર આતંકવાદીઓએ જે લોકોને બંધક બનાવ્યા હતા તેમના ધર્મ વિશે પૂછ્યું અને મુખ્યત્વે હિન્દુ ઓળખ ધરાવતા લોકોને નિશાન બનાવ્યા.

– વર્ષ 1990 ના દાયકામાં હિન્દુ-ઓળખાયેલા કાશ્મીરી પંડિતોનો નરસંહાર
વર્ષ 1989-90 દરમિયાન કાશ્મીર ખીણમાં ઇસ્લામિક આતંકવાદમાં વધારો થયો હતો અને મોટી સંખ્યામાં કાશ્મીરી હિન્દુઓ જેને કાશ્મીરી પંડિત કહેવામાં આવે છે તેઓને મૃત્યુની ધમકી આપવામાં આવી હતી, બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવાની અથવા ખીણ છોડી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ પરિસ્થિતિને કારણે લગભગ 3 થી 5 લાખ કાશ્મીરી પંડિતોએ ભય અને અસુરક્ષાની લાગણીને કારણે ખીણમાંથી સ્થળાંતર કર્યું.આ હિજરતને કાશ્મીરી પંડિતોના નરસંહાર અથવા દેશનિકાલ તરીકે જોવામાં આવે છે અને તે ભારતના આધુનિક ઇતિહાસમાં ખૂબ જ સંવેદનશીલ અને વિવાદાસ્પદ ઘટના છે.
આ સમયગાળા દરમિયાન દિવાલો પર ધમકીભર્યા સંદેશા લખવામાં આવ્યા હતા,મસ્જિદોમાં લાઉડસ્પીકર પર ચેતવણીઓ આપવામાં આવી હતી,અને કેટલાક હત્યાઓ અને અપહરણ પણ થયા હતા.આ સમયગાળા દરમિયાન કાશ્મીરી પંડિતો સાથે સંબંધિત લોકોની હત્યા કરવામાં આવી હતી,જેના પડઘા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાયા હતા.

1. નીલકંઠ ગંજુની હત્યા (4 નવેમ્બર 1989)

ન્યાયાધીશ નીલકંઠ ગંજૂના હત્યા કેસમાં ન્યાયની માંગ (ફોટો- બીબીસી)
નીલકંઠ ગંજૂ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા,જેમણે 1968 માં આતંકવાદી મકબુલ ભટને મૃત્યુદંડની સજા ફટકારી હતી.4 નવેમ્બર 1989 ના રોજ શ્રીનગરમાં આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.આ હત્યા પછી, તેમનો મૃતદેહ બે કલાક સુધી શ્રીનગર હાઈકોર્ટની સામે પડ્યો રહ્યો.જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના નેતા યાસીન મલિકે આ હત્યાકાંડની જવાબદારી લીધી.

2. ટીકા લાલ ટપલૂની હત્યા (13 સપ્ટેમ્બર 1989)
આજથી લગભગ 34 વર્ષ પહેલા ખીણમાં કાશ્મીરી હિંદુઓ પર અત્યાચારની શરૂઆત હિંદુ નેતા ટીકલાલ ટપલૂની હત્યાથી થઈ હતી (ફોટો- JK Naav)
ટીકા લાલ ટપલૂ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કાશ્મીરી પંડિત સમુદાયના એક અગ્રણી વ્યક્તિ હતા. 13 સપ્ટેમ્બર 1989 ના રોજ શ્રીનગરમાં તેમના ઘરની બહાર આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.તેમની હત્યા બાદ,કાશ્મીરી પંડિતોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું અને આ ઘટનાથી મોટા પાયે હિજરત થઈ.

૩. લસ્સા કૌલની હત્યા (13 ફેબ્રુઆરી 1990 )
13 ફેબ્રુઆરી 1990, જ્યારે દૂરદર્શનના દિગ્દર્શક લસ્સા કૌલની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી (ફોટો- જેકે નાઉ)
લાસ કૌલ દૂરદર્શન કાશ્મીરના ડિરેક્ટર હતા.13 ફેબ્રુઆરી 1990ના રોજ, શ્રીનગરમાં તેમની ઓફિસની બહાર આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.તેમની હત્યાનું કારણ તેમના ભારત તરફી કાર્યક્રમો માનવામાં આવ્યાં હતાં.

4. પી.એન. ભટ્ટની હત્યા (27 ડિસેમ્બર 1990 )
કાશ્મીરી પંડિતોની હત્યા સામે વિરોધ (ફોટો- હિન્દુસ્તાન ટાઇમ્સ)
પી.એન. ભટ્ટ એક વકીલ,સામાજિક કાર્યકર અને લેખક હતા.27 ડિસેમ્બર 1990 ના રોજ શ્રીનગરમાં તેમના ઘર નજીક આતંકવાદીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.હત્યા બાદ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પુરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.તે સમયે સરકારી સુરક્ષા તંત્ર કટોકટીને અસરકારક રીતે કાબુમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું અને પરિણામે મોટાભાગના કાશ્મીરી પંડિત પરિવારોને ખીણ છોડીને જમ્મુ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આશ્રય લેવાની ફરજ પડી.ફક્ત 1989-90માં જ કાશ્મીર ખીણમાં ઇસ્લામિક આતંકવાદે વિનાશ મચાવ્યો ન હતો.

ચાલો જાણીએ હિન્દુ ઓળખના આધારે બનેલી કેટલીક વધુ ઘટનાઓ વિશે:-

– કિશ્તવાડ હત્યાકાંડ (3 ઓગસ્ટ 2001)
3 ઓગસ્ટ, 2001ની રાત્રે અજાણ્યા આતંકવાદીઓ કિશ્તવાડના લધા ગામમાં ઘૂસી ગયા અને 17 હિન્દુ ગ્રામજનોની નિર્દયતાથી હત્યા કરી.હુમલાખોરોએ પહેલા તેમને એક જગ્યાએ ભેગા કર્યા અને પછી નજીકથી ગોળીબાર કર્યો.કિશ્તવાડ હત્યાકાંડ જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ભયાનક ધાર્મિક હત્યાકાંડમાંનો એક હતો, જેણે માત્ર હિન્દુ સમુદાયને જ ભયભીત કર્યો ન હતો પરંતુ ભારતની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હતા.

– સંગ્રામપોરા હત્યાકાંડ (21 માર્ચ 1997)
21 માર્ચ 1997 ના રોજ બડગામ જિલ્લાના સંગ્રામપોરા ગામમાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા 7 કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી.હુમલાખોરોએ પીડિતોને તેમના ઘરમાંથી બહાર કાઢ્યા અને ગોળી મારી દીધી. આ ઘટનાનો ઉદ્દેશ્ય ખીણમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનો હતો. પોલીસે આ કેસ વણઉકેલાયેલો જાહેર કર્યો હતો.

– ગુલ હત્યા કેસ (1 જૂન 1997 )
1 જૂન, 1997 ના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબનના ગુલ ગામમાં અજાણ્યા સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા 15 થી વધુ હિન્દુ ગ્રામજનોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.હુમલાખોરોએ ઓળખના આધારે ગ્રામજનોને નિશાન બનાવ્યા,જેનાથી તે સ્પષ્ટ કોમી હત્યાકાંડ બન્યો.આ હત્યાકાંડનો હેતુ આ વિસ્તારમાંથી હિન્દુ વસ્તીને ડરાવીને દૂર કરવાનો હતો.

– નદીમાર્ગ હત્યાકાંડ (23 માર્ચ 2003 )
23 માર્ચ, 2003 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના નદીમાર્ગ ગામમાં એક ભયાનક હત્યાકાંડ થયો હતો. જેમાં 24 કાશ્મીરી પંડિતોની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.હુમલાખોરો ભારતીય સેનાનો ગણવેશ પહેરીને ગામમાં ઘૂસ્યા,જેનાથી ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા અને તેમણે તેમને સુરક્ષા દળો સમજી લીધા.આતંકવાદીઓ ઘરે ઘરે ગયા અને નિઃશસ્ત્ર પુરુષો, સ્ત્રીઓ અને વૃદ્ધોને ગોળી મારી.માર્યા ગયેલાઓમાં ઘણી સ્ત્રીઓ અને બાળકો પણ હતા.આ સમય દરમિયાન,કાશ્મીરી પંડિતોને તેમની ઓળખ પૂછ્યા બાદ ગોળી મારી દેવામાં આવી હતી.આ હત્યાકાંડ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.આ હુમલા પાછળનો હેતુ કાશ્મીર ખીણમાં રહેતા બાકીના કાશ્મીરી પંડિતોને ડરાવવાનો અને અહીંથી હિન્દુ ઓળખને ખતમ કરવાનો હતો.

– શ્રીનગર- શાળામાં બે શિક્ષકોની ગોળી મારીને હત્યા (7 ઓક્ટોબર 2021)
શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં સ્થિત સરકારી છોકરાઓ ઉચ્ચતર માધ્યમિક શાળા, સંગમમાં 7 ઓક્ટોબર 2021 ના ​​રોજ આતંકવાદીઓ દ્વારા શાળાના આચાર્ય સુપિન્દર કૌર અને શિક્ષક દીપક ચંદની હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો સવારે લગભગ 11:15 વાગ્યે શાળાના પરિસરમાં ઘૂસી ગયા અને બંને શિક્ષકોને નજીકથી ગોળી મારી દીધી,જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.આ ઘટનાથી કાશ્મીર ખીણમાં લઘુમતી સમુદાયો.ખાસ કરીને હિન્દુ અને શીખ શિક્ષકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

– બડગામ તાલુકામાં ધોળા દિવસે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા (12 મે 2022)
12 મે 2022 ના રોજ જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં ચદુરા તહસીલ કાર્યાલયમાં કામ કરતા 35 વર્ષીય કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી.આતંકવાદીઓએ ઓફિસમાં ઘૂસીને તેમને ગોળી મારી દીધી.આ હત્યા બાદ કાશ્મીરી પંડિત સમુદાયમાં ગુસ્સો ફેલાઈ ગયો.બડગામ,શ્રીનગર, ગાંદરબલ અને શોપિયામાં વિરોધ પ્રદર્શન અને મીણબત્તી માર્ચ કાઢવામાં આવી હતી.રાહુલ ભટ્ટ મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા અને 2011 માં પ્રધાનમંત્રી પુનર્વસન પેકેજ હેઠળ તેમની નિમણૂક થઈ હતી.આ ઘટના બાદ પ્રધાનમંત્રી પુનર્વસન પેકેજ હેઠળ કામ કરતા લગભગ 350 કાશ્મીરી પંડિત કર્મચારીઓએ સામૂહિક રીતે રાજીનામું આપી દીધું કારણ કે તેઓ તેમની સલામતીની ચિંતા કરતા હતા.

-કન્હૈયાલાલ તેલી, ઉદયપુર (28 જૂન 2022)

28 જૂન 2022ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ તેલીની હત્યા બે મુસ્લિમ યુવકો મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દ્વારા કરવામાં આવી હતી.આરોપીઓએ હત્યાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો,જેમાં હત્યાના બંને આરોપીઓએ કહ્યું હતું કે કન્હૈયાલાલે ભાજપના પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી,જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી.તમને જણાવી દઈએ કે તે સમય દરમિયાન, મુસ્લિમ કટ્ટરપંથીઓ નુપુર શર્માના એક નિવેદનને પયગંબર મોહમ્મદના અપમાન સાથે જોડીને હોબાળો મચાવી રહ્યા હતા અને જ્યારે કન્હૈયાલાલે નુપુર શર્માને ટેકો આપ્યો,ત્યારે તેમનું ગળું કાપીને હત્યા કરવામાં આવી.

આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી રહી છે.NIA એ આ કેસમાં કુલ 11 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે,જેમાં બે પાકિસ્તાની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2024 માં જયપુરની ખાસ NIA કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) ની વિવિધ કલમો હેઠળ 9 આરોપીઓ સામે આરોપો ઘડ્યા.આ કલમોમાં હત્યા, ગુનાહિત કાવતરું, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને આતંકવાદી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

– અમરાવતી હત્યા કેસ (ઉમેશ કોલ્હે હત્યા કેસ)- 21 જૂન 2022
ઉમેશ કોલ્હે હત્યા કેસ : આ છે ઇસ્લામિક આતંકવાદનું સત્ય (ફોટો – સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રના અમરાવતીના 54 વર્ષીય ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેએ ભાજપના પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી,જેમને પયગંબર મોહમ્મદ પરની ટિપ્પણીને કારણે વિવાદ થયો હતો. થોડા દિવસો પછી,21 જૂનના રોજ, જ્યારે તે રાત્રે સ્કૂટર પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બે માણસોએ તેને રોક્યો અને તેનું ગળું કાપી નાખ્યું.હત્યારાઓએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને હિન્દુ ઓળખના આધારે તેમને નિશાન બનાવ્યા.પોલીસ ચાર્જશીટ મુજબ, હત્યા ઇસ્લામિક ધાર્મિક કટ્ટરતા દ્વારા આયોજનબદ્ધ અને પ્રેરિત હતી.આ કેસમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આ કેસ પોતાના હાથમાં લીધો અને હત્યાને આતંકવાદી કૃત્ય ગણીને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ) હેઠળ કેસ નોંધ્યો.

NIA એ 16 ડિસેમ્બર, 2022 ના રોજ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોપીઓ તબલીગી જમાતથી પ્રભાવિત કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ હતા જેમણે પયગંબર મોહમ્મદના કથિત અપમાનનો બદલો લેવા માટે ઉમેશ કોલ્હેની હત્યા કરી હતી.

– કેસની વર્તમાન સ્થિતિ (મે 2025 મુજબ)
12 જુલાઈ 2023 ના રોજ, ખાસ કોર્ટે આરોપી યુસુફ ખાનની જામીન અરજી ફગાવી દીધી,અને કહ્યું કે તેની સામેના આરોપો પ્રથમ દ્રષ્ટિએ સાચા લાગે છે.અન્ય આરોપીઓની જામીન અરજીઓ કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસના એક સાક્ષીએ દાવો કર્યો હતો કે તેને સોશિયલ મીડિયા પર નુપુર શર્માને ટેકો આપવા બદલ ધમકીઓ મળી હતી અને તેને માફી માંગવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

મે 2025 સુધીમાં અમરાવતી હત્યા કેસના કોઈપણ આરોપીને જામીન મળ્યા નથી.તમામ આરોપીઓની જામીન અરજીઓ વિવિધ અદાલતો દ્વારા ફગાવી દેવામાં આવી છે.ખાસ અદાલતોએ આરોપીઓ સામે પૂરતા પુરાવા અને ગંભીર આરોપોના આધારે આ નિર્ણય લીધો છે.

 

Tags: 26/11 Mumbai AttackAttrack on HindusHindu IdentityHindu ReligionINDIAindia pakistan warjammu kashmirMUMBAIMurdersMuslim ReligionPahelgam Terrorists AttackPakistanSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય
આંતરરાષ્ટ્રીય

કુદરતી હોય કે માનવસર્જીત હોનારત હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું અથાક સેવાકાર્ય

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી
જનરલ

કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી 2027 ની જાહેરાત,પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી બે તબક્કામાં થશે ગણતરી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ
આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

Latest News

ગુજરાત : સુરતમાં આભ ફાટ્યું,બે કલાકમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી : કડી બેઠક પર ભાજપ તો વિસાવદર બેઠક પર AAP ઉમેદવારની જીત

વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલનું ટ્વીટ,ઓપરેશન સિંધુ હેઠળ ભારતના સ્થળાંતર પ્રયાસો યથાવત

ગુજરાત : પેટા ચૂંટણીમાં હારની જવાબદારી સ્વિકારી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું

ગુજરાત : 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી,અમદાવાદ-ગાંધીનગરમાં પણ થશે મેઘમહેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકો સાથે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : ગુજરાતના વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે યોગ કર્યા

PM મોદી વિશાખાપટ્ટનમ કિનારે INS પર નૌકાદળના જવાનો સાથે યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.