KYE POINTS :
- “આપ જાણો છો એક વિસ્તારમાં આપણા જ ભાઈઓ કેવું જીવન જીવી રહ્યા છે?”
- “ગુજરાતમાં 14 આદિવાસી જિલ્લામાં આઝાદી બાદ જોઈએ તેટલુ ધ્યાન ન અપાયું”
- “આપણા વનવાસી પરીવારોને વર્ષોથી સરાકારી યોજનાઓનો લાભ કેમ ન મળ્યો ?”
- “આઝાદી બાદ પણ છેવાડાના વંચિત લોકોના જીવન સાથે રખાયો ભેદભાવ”
- “આપણા આ વનવાસી દીન બંધુઓને કેમ ન મળ્યું સુવિધા સંપન્ન જીવન ?”
- “આજની સ્થિતિએ સરકારી યોજનાઓમાં વનવાસી પરીવારોને મળતો થયો સરકારી લાભ”
- “સરકાર વન બંધુઓ પાસે પહોંચી જેથી આદિવાસી બંધુઓનું જીવન ઘણું બદલાયું”
- “છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચતામળી રહ્યા છે મીઠા ફળ”
- “વર્ષોથી પછાત વિસ્તારમાં ચાલતા ધર્માંતરણમાં કેટલો થયો ઘટાડો”
ભારતમાં અનેક જાતી,સમુદાય,ધર્મ માટે વિવિધ સામાજીક વ્યવસ્થાઓ જોવા મળે છે.એટલે જ તો ભારત માટે કહેવાય છે કે ” વિવિધતામાં અનેકતા અને અનેકતામાં એકતા”ભારત વર્ષની આ પરંપરા રહી છે.ત્યારે એક એવું જીવન જે આદિકાળથી ગાઢ જંગલો,દુર્ગમ પ્રદેશ જેવા અંતરિયાળ વિસ્તામાં વસવાટ કરે છે.ભારતમાં આ સમુદાયને આદિવાસી કહેવાય છે.ભારતીય બંધારણમાં આ સમુદાયને અનુસુચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે.આ દરજ્જાના કારણે જ ઘણા આદિવાસી લોકો ભણી આગળ વધી વિકાસ સાધી શક્યા છે.પરંતુ હજુ પણ મોટા ભાગના આદિવાસીઓ અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓથી વંચિત જોવા મળે છે.
– આદિવાસી જીવન
આદિમ સંસ્કૃતિ જ માનવ સંસ્કૃતીનું મૂળ છે.એક સમય હતો કે જીવસૃષ્ટિનો તટ કાં જંગલોથી ભરપૂર હતો.માત્ર રણપ્રદેશ અને પથ્થરોની અફાટ શીલાવાળો વિસ્તાર જ જંગલો વિનાના હતા.સમગ્ર જીવ સૃષ્ટિ યા તો જળમાં અથવા તો જંગલોમાં જ વસ્તી અને વિચરતી ધીમે ધીમે ઝરણાં,નદી-નાળા અથવા તો સાગર તટે માનવ સંસ્કૃતિ સ્થિર થઈ.ભારતમાં જુદા જુદા રાજ્યોમાં ઘણી આદિવાસી જાતીઓ વસે છે.તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે કુલ 33 જિલ્લાઓ પૈકી 14 જેટલા જિલ્લાઓમાં આદિવાસી લોકો વસવાટ કરે છે.
– આદિવાસીઓને બંધારણીય આમુખમાં સ્થાન
ભારત સ્વતંત્ર થયા પછી આદિવાસીઓને ભારતના બંધારણીય આમુખમાં પણ સ્થાન આપવામાં આવેલ છે. આઝાદ ભારતમાં આદિવાસીઓને બે વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.અનુસુચિત જન-જાતી અને અનુસૂચિત આદિમ જાતી.સંવિધાનમાં આદિવાસીઓ માટે ઉલ્લેખનીય વાતો એ છે કે આદિવાસીઓ પોતાનો ધર્મ બીજાના ધર્મના વિરોધ વગર પાળે છે.આદિવાસીઓની પોતાની લગ્ન પ્રથાઓ છે,પોતાના તહેવારો છે તથા જીવન નિર્વાહની રીતો સાથે જીવન જીવે છે.
– આદિવાસીઓની જન સંખ્યા
વર્ષ 1951ની જનગણનામાં આદિવાસીઓની સંખ્યા 1,91,11,498હતી જે 2001 ની જનગણના વખતે વધીને 8,43,26,240 થઇ ગઈ હતી.જે દેશની જન સંખ્યાના 8.2 ટકા જેટલી થાય છે.તો વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ દેશમાં આદિવાસીઓની કુલ સંખ્યા 10,42,81,034 નોંધાઈ હતી.
– આદિવાસી સમુદાયના ધર્મો
આદિવાસ સમુદાયના ધર્મની વાત કરીએ તો જંગલ,નદી,સમુદ્ર વગેરે તેમના ભગવાન હોય છે તેથી કહી શકાય કે પ્રકૃતિ જ તેમનો ધર્મ હોય છે.તો વળી મોટા ભાગે તેમના ઉત્સવો ,રીત રિવાજો,પૂજા પદ્ધતિ એ પણ આ પ્રકારના જ હોય છે આમ તો બહોળી સંખ્યામાં આદિવાસીઓ હિન્દુ ધર્મ પાળે છે પરંતુ આજકાલ ખ્રિસ્તી.બૌદ્ધ,જૈન વગેરે ધર્મ પણ પાડતા હોય છે.
– બિરસા મુંડા એટલે આદિવાસીઓ માટે ભગવાન
બિરસા મુંડા આદિવાસી સમાજ માટે એક નાયક રહ્યા જેમણે આદિવાસીઓ માટે બ્રિટિશ સરકાર સામે પણ બાથ ભીડી હતી.અને તેથી જ આદિવાસી સમુદાય આજે પણ બિરસા મુંડાને ભગવાન માને છે.બિરસા મુંડાનું જન્મ સ્થળ ઝારખંડના ખૂંટી જિલ્લામાં છે.15 નવેમ્બર 1875 મા તેમનો જન્મ થયો હતો.
– બિરસા મુંડા સરદાર આંદોલનમાં જોડાયા
વર્ષ 1894 માં બિરસા મુંડા આદિવાસીઓની જમીન તથા વનસંબંધી અધિકારોના માંગ વિશેના સરદાર આંદોલનમાં જોડાયા હતા.ત્યારબાદ તેમની જીવનમાં એક નવો વળાંક આવ્યો.આમ તો બિરસા મુંડાનું પરિવાર ખ્રિસ્તી ધર્મમાં માનતુ હતુ.તેમના પિતા સહિતના પરિજનો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા હતા. તેઓ તેના પ્રચારક પણ રહ્યા હતા.પરંતુ બીરસા મુંડાને લાગ્યુ કે ખ્રિસ્તી ધર્મ આદિવાસી આંદોલનને પ્રાધાન્ય આપતો નથી.એ પછી બિરસા મુંડાએ અલગ ધાર્મિક પદ્ધતિની વ્યાખ્યા કરી અને એ પદ્ધતિનું અનુસરણ કર્યુ.અને ખ્રિસ્તી ધર્મને છોડ્યો હતો.
– ગુજરાતમાં આદિવાસી
ગુજરાતમાં છેક અંબાજીથી ઉંમરગામ સુધીના બનાસકાંઠા,સાબરકાંઠા, પંચમહાલ,વડોદરા,ભરૂચ,સૂરત,વલસાડ અને ડાંગ જિલ્લાના 32 તાલુકાઓ અને 18 લઘુ વિસ્તારોને આવરી લેતી,‘આદિવાસી પેટા યોજના વિસ્તાર’તરીકે ઓળખાતી 1,95,984 ચોકિમી.ની,રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના14.31 ટકા જેટલા વિસ્તારને આવરતી,પટ્ટીમાં આદિવાસી વસ્તીનો ઘણો મોટો ભાગ 80.45 ટકામાં વસે છે.ગુજરાત રાજ્યમાં આદિવાસીઓ એમના ખડતલ શરીર માટે જાણીતા છે.મુખ્યત્વે ચૌધરી,કૂકણા,તડવી,વારલી,ધોડિયા,ગામિત,વસાવા,ભીલ,નિનામા,રાઠવા,હળપતિ,ડામોર,કટારા,તાવિયાડ વગેરેનો સમાવેશ થાય છે.ગુજરાત માટે તો આદિવાસી સમાજ એક વિરાસત માનવામાં આવે છે.આ સમુદાયની વૈવિધ્યસભર સંસ્કૃતિના સંવર્ધન અને જતન માટે સરકાર સંકલ્પબદ્ધ છે.આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવશાળી ઈતિહાસ પ્રત્યે સંવેદના છે.
– સામાજિક વ્યવસ્થા
આદિવાસી સમાજ એ માતૃ-પિતૃ પ્રધાન છે.જેમાં પરિવારના મહત્વના નિર્ણયો વયસ્ક મહિલા એટલે કે દાદામા લેતા હોય છે.તો કુટુંબનુ ભરણ પોષણ પતિ-પત્ની બંને સંભાળતા હોય છે.સામાન્ય રીતે આદિવાસી સમુદાય ખેતી અને પશુપાલન કરે છે.ક્યાંક માછીમારી વ્યવસાય પણ જોવા મળે છે.આ સમાજની રીત અને રસમો ભૂબ અનોખી હોય છે.
– આર્થિક વ્યવસ્થા
ગુજરાતના આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે.તે ઉપરાંત પૂરક વ્યવસાયો તરીકે ખેતમજૂરી,માછીમારી,જંગલમજૂરી,શિકાર વગેરે કરે છે. આઝાદી પહેલાં ઊંડાણના ભાગોમાં ભીલો તથા ડાંગના ડાંગિયા ‘દાઝિયું’ એટલે કે ઝાડ-પાન બાળી રાખ કરી દાણા છાંટી પાક ઉગાડવા જેવી પ્રાથમિક ખેતી કરતા હતા.1981 પ્રમાણે ખેતી કરનારા 45.94 ટકા, ખેતમજૂરી 40.11 ટકા, ગૃહઉદ્યોગ, કારખાનાં વગેરેમાં 0.82 ટકા અને કામ કરનારાં 13.13 ટકા.
– આદિવાસીઓનું ધર્માંતરણ
આદિવાસી સમુદાયના લોકો ખૂબ ભોળા હોય છે.તેથી તેઓનું ધર્માંતરણ વધુ થતુ આવ્યુ છે.ક્યારેક ,અવસર પ્રસંગ,અભ્યાસ,દવા જેવી મહત્વની જરૂરીયાતો પણ ધર્માંતરણ માટે પ્રેરક બને છે.સાથે જ જે લોકો તમને અપનાવે તેઓ તેમના થતા હોય છે.સાથે જ શિક્ષણનો અભાવ પણ મોટુ કારણ રહ્યુ છે,તેથી જ આવા વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ કન્વર્ઝનમાં વધુ સફળ રહી છે.
– લોભ-લાલચ આપી ધર્મ પરિવર્તન
લોભ-લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.ખાસ ભોળા આદિવાસી અને ગરીબ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.દક્ષિણ ગુજરાતમાં આ ધંધો એટલો ફેલાયો છે કે ઘણા ગામડા કન્વર્ટ થવા લાગ્યા છે.બંધારણમાં મળેલી છૂટનો ખોટો ઉપયોગ કરી બેફામ રીતે ધર્માંત્તરણનો ખેલ ચાલ્યો.તેના જ કારણે કુદરતી સંપદાથી ભરપુર આદિવાસી પટ્ટો રેડ ઝોનમાં આવી ગયો છે.હિન્દુ વિસ્તારમાં ખુલ્લેઆમ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે.
– ગુજરાતમાં ધર્મ પરિવર્તન માટે અરજી કરનારાઓમાં 93.5 ટકા હિન્દુ
ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે છેલ્લા વર્ષોમાં ધર્મ પરિવર્તન માટે અરજી કરનારાઓમાં 93.5 ટકા હિન્દુ છે. ધારાસભ્યો દ્વારા પૂછાયેલા અનેક તારાંકિત પ્રશ્નોના લેખિત જવાબમાં,તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ,2003 હેઠળ ધર્મ પરિવર્તનની પરવાનગી માટે 1766 લોકોએ જિલ્લા અધિકારીઓને અરજી કરી છે.આમાંથી 1652 હિન્દુ, 71 મુસ્લિમ,42 ખ્રિસ્તી અને એક શીખ હતા.
– ધર્માંતરણ બાદ અનામતનો લાભ નહીં: ગુજરાત હાઈકોર્ટ
– ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
– ધર્મ પરિવર્તન કરનારની અનામત ચાલુ રાખવાની માગણી રદ્દ
– અરજદારે ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાતને નકારી હતી
– ગુજરાત સરકારની સમિતિની તપાસમાં ધર્મ પરિવર્તનની વાત જણાય હતી
ગુજરાત હાઈકોર્ટે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા વ્યક્તિની અનામતનો લાભ ચાલુ રાખવાની અરજીને ફગાવી દીધી છે.ગુજરાત હાઈકોર્ટ સામે કરવામાં આવેલી અરજીમાં ધર્માંતરણ કરીને ખ્રિસ્તી બનેલા વ્યક્તિએ પહેલા તેને હિંદુ અનુસૂચિત જાતિ તરીકે તેને મળી રહેલા અનામતના લાભ ચાલુ રાખવાની માગણી કરી હતી.
– ગુજરાત સરકાર અને આદિવાસી ઉત્કર્ષની યોજના
ગુજરાતમાં અંબાજીથી માંડીને ઉમરગામ સુધીના 14 આદિજાતિ જીલ્લાઓમાં અંદાજે 89 લાખથી વધુ આદિજાતિ બાંધવો વસે છે.આ તમામ આદિજાતિ લોકો સુખી,સ્વસ્થ અને આર્થિક રીતે સદ્ધર બને તેવું સ્વપ્ન હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સેવ્યું હતું.7 ઓક્ટોબર,2001ના રોજ જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા,ત્યારે જ તેમણે આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટેનો સંકલ્પ કર્યો હતો.
– વનબંધુ કલ્યાણ યોજના
આ યોજના કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કુલ બે ભાગમાં અમલી બનાવી છે.જેમાં ભાગ-1 માં 10 મુદ્દા આધારિત યોજનાઓ છે.તો ભાગ -2 માં યોજનાઓ માટે સરકારે બજેટમાં કરાયેલી જોગવાઈઓનો સમાવેશ છે.
ગુજરાતમાં થઇ રહેલ વિકાસને ધ્યાને લેતાં આદિજાતિ વિસ્તારોમાં પણ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાની થાય છે.જેથી અન્ય વિકાસશીલ વિસ્તારને સમકક્ષ આદિજાતિ વિસ્તારને પણ લાવી શકાય.રાજયના લાંબા ગાળાના સમતોલ વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છેઆ વિસ્તારના વિકાસ માટે દરેક યોજનાનો હેતુ સિધ્ધ થાય તે માટે હાલની યોજનાઓ તેમજ આદિજાતિ ફંડનો યોગ્ય વપરાશ થાય તે માટે સમીક્ષા કરવી જરૂરી છે.જો આ માટે યોગ્ય આયોજન કરવામાં આવે અને આંતરરાષ્ટ્રીય ધોરણનું માળખું પૂરૂ પાડવામાં આવે તો આ વિસ્તાર રાજયના વિકાસમાં એન્જીન તરીકે પુરવાર થાય તેમ છે.
રાજ્યના આદિજાતી વિસ્તારના લોકોનો આર્થિક,સામાજીક તેમજ અન્ય તમામ સ્તરે વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 10 મુદ્દા કાર્યક્રમ “વનબંધુ કલ્યાણ યોજના” એપ્રીલ-2007 થી શરૂ કરવામાં આવેલ છે.
– વનબંધુ કલ્યાણ યોજના – 1
– વનબંધુ કલ્યાણ યોજના-1 હેઠળ 10 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત
1. ગુણાત્મક અને ટકાઉ રોજગાર
2. ગુણવત્તાયુક્ત શિક્ષણ
3. આર્થિક વિકાસ
4. આરોગ્ય
5. આવાસ
6. સલામત પીવાનું પાણી
7. સિંચાઈ
8. યુનિવર્સલ ઇલેક્ટ્રિફિકેશન
9. ઓલ વેધર રોડ કનેક્ટિવિટી
10. શહેરી વિકાસ
– વનબંધુ કલ્યાણ યોજના-1 હેઠળની મહત્વની સિદ્ધિઓ
1. આદિવાસી વિસ્તારોમાં 8035 પ્રાથમિક શાળાઓ,1064 માધ્યમિક શાળાઓ,509 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ,47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓ,43 કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ (GLRS),75 આદર્શ નિવાસી શાળાઓ (ANS),661 આશ્રમશાળાઓ,71 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો,12 મોડલ શાળાઓ,11 સાયન્સ કોલેજો,11 કોમર્સ કોલેજો,23 આર્ટસ કોલેજો,175 સરકારી છાત્રાલયો,910 ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો કાર્યરત
2. નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી અને ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના
3. ઉચ્ચ શહેરી શિક્ષણ કેન્દ્રોમાં આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધા માટે અમદાવાદ, આણંદ,ભાવનગર,ભુજ,રાજકોટ,વડોદરા,હિંમતનગર,જામનગર,પાટણ અને સુરતમાં 20 અત્યાધુનિક સમરસ છાત્રાલયોની સ્થાપના,સમરસ હોસ્ટેલમાં 30 ટકા બેઠકો આદિવાસી વિદ્યાર્થીઓ માટે અનામત
4. આદિવાસી વિસ્તારોના તમામ મહેસૂલી ગામોને ઓલ વેધર રોડ કનેક્ટિવિટી સાથે આવરી લેવામાં આવ્યા
5. આદિવાસી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે 243 નવા સબ-સ્ટેશનની સ્થાપના, રાજ્યના તમામ 5,884 આદિવાસી ગામોને 24×7 વીજ પુરવઠા સાથે આવરી લેવામાં આવ્યા
6. વલસાડ,દાહોદ,બનાસકાંઠા અને ગોધરામાં મેડિકલ કોલેજો સાથે આદિવાસી વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ વધુ મજબૂત બનાવવામાં આવી
7. 27 CHC, 85 PHC,17 સ્પેશિયલ ન્યુ બોર્ન કેર યુનિટ (SNCU), 62 ન્યુ બોર્ન ચાઇલ્ડ સ્ટેબિલાઇઝેશન યુનિટ, 1401 આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોની સ્થાપના
8. સિકલ સેલ સ્ક્રિનિંગ પર વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી,અને સિકલ સેલ રોગનું નિદાન થનારા દર્દીઓને જરૂરી સારવાર આપવામાં આવી
9. સંકલિત ડેરી વિકાસ પ્રોજેક્ટ (IDDP) હેઠળ,1.5 લાખથી વધુ આદિવાસી મહિલા લાભાર્થીઓને લાભ
10. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો (VTCs), ઇન્ડિયન ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITIs) અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો (KVKs) દ્વારા 18 લાખથી વધુ આદિવાસી યુવાનોને તાલીમ અને પ્લેસમેન્ટ
11. લિફ્ટ ઈરીગેશન,ચેકડેમ પર ભાર મૂકીને 11 લાખ એકર વધારાની જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવી
12. પ્રધાનમંત્રી આવાસ યોજના,હળપતિ આવાસ યોજના,આદિમજુથ વગેરે જેવી યોજનાઓ હેઠળ 6 લાખથી વધુ આદિવાસી પરિવારોને આવાસ સહાય
13. 5 લાખથી વધુ આદિવાસી પરિવારોને નળ વાટે પાણીની કનેક્ટિવિટી
– વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળના મહત્વપૂર્ણ કામોની વિગતો:
1. વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ રૂ.250 કરોડના ખર્ચે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા 35 નવી આદર્શ નિવાસી શાળા અને 30 શાળાઓ,કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે 100 છાત્રાલયો,તેમજ આશ્રમશાળાનું નવીનીકરણ અને આધુનિકીકરણ હાથ ધરવાનું આયોજન
2. રાજ્યમાં 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સ દ્વારા ધોરણ 6 થી ધોરણ 12 સુધીના 50,000 આદિવાસી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ
3. રમત-ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી આદિવાસી વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા માટે એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ શાળાઓને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ સ્કીમ અને ઇન-સ્કૂલ સ્કીમ ઓફ સ્પોર્ટ્સ સાથે સંકલિત કરવાનું આયોજન
4. તમામ આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ અને નર્સિંગ કૉલેજના વિઝનને સાકાર કરવા માટે સિકલ સેલ સેન્ટર ઑફ એક્સલન્સ, 4 નવી મેડિકલ કૉલેજ અને 3 નર્સિંગ કૉલેજની સ્થાપના કરવામાં આવશે.
5. ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આવેલા બાકીના 500થી વધુ ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી મોબાઈલ ટાવરની સ્થાપના દ્વારા મજબૂત કરવાનું આયોજન
6. આદિવાસી વિસ્તારોમાં રોજગારી પેદા કરવા માટે 8 નવી MSME-GIDC એસ્ટેટની સ્થાપના
7. ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ (GTDC) ની વિવિધ યોજનાઓ જેવીકે, સ્વરોજગાર, વિદેશી અભ્યાસ,વાણિજ્ય પાયલોટ,પોલ્ટ્રી ફાર્મ,મોબાઈલ વાન વગેરે હેઠળ 1.25 લાખથી વધુ આદિવાસીઓને લોન સહાય
8. આદિવાસી વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો વધારવા માટે 56 નવા સબસ્ટેશનની સ્થાપના
9. ગામડાઓ વચ્ચેના જોડાણ અને ગામથી ફળિયા/વસાહતને વધારવા માટે લગભગ 4000 કિમી લંબાઈના રોડનું મજબૂતીકરણ.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શાળાઓને પણ મેટલ રોડથી જોડવાનું આયોજન
– વર્ષ 2022-23માં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા થયેલી નવી પહેલો
1 – આદિવાસી વિસ્તારોમાં 500થી વધુ આદિવાસી ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી સુવિધાઓ પૂરી પાડવા માટે ₹111 કરોડની ફાળવણી
2 – ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે,સામાજિક ભાગીદારી સાથે આદિવાસી વિસ્તારોમાં 25 બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળાઓની સ્થાપનાનું આયોજન,જ્યાં 50 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપવામાં આવશે આ નિવાસી શાળાઓ માટે ₹45 કરોડની ફાળવણી
3 – ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો અને આશ્રમશાળાઓમાં રહેતા અંદાજે 1 લાખ 43 હજાર આદિવાસી વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવતા માસિક નિર્વાહ ભથ્થાને પ્રતિ માસ ₹1500 થી વધારીને ₹2160 કરવા માટે ₹503 કરોડની જોગવાઈ
4 – પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 13 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ચૂકવવામાં આવતી રકમ ₹600 થી વધારીને ₹900 કરવામાં આવી. આ માટે ₹81 કરોડની ફાળવણી
5 – આદિવાસી વિસ્તારોના ખેડૂતોને ખેતી માટે પાવર ટિલરનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા સહાયની નવી યોજના હેઠળ ₹38 કરોડની જોગવાઈ
6 – આદિવાસી વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવા ઔદ્યોગિક સાહસિકતાને પ્રોત્સાહન આપવા 8 MSME G.I.D.C એસ્ટેટ બનાવવા માટે ₹40 કરોડની જોગવાઈ
7 – કેન્દ્ર સરકારની PM મિત્ર યોજના હેઠળ મોટા પાયે રોજગારીની તકો ઊભી કરવા નવસારી જિલ્લાના વાંસી-બોરસી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ ટેક્સટાઈલ પાર્ક સ્થાપવાનું આયોજન
8 – આદિવાસી ગામડાઓમાં ગામડાઓથી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધી પુલ અને ડામર રસ્તાઓ બાંધવા માટે ₹105 કરોડની જોગવાઈ
9 – ₹1200 કરોડના અંદાજિત ખર્ચે વઘઈ-સાપુતારા રોડના 40 કિમીના પટને ફોર લેનમાં ફેરવવાનું આયોજન
10 – અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ સેવાઓ સુલભ બનાવવા મોટરસાયકલ આધારિત 15 મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ કરવા ₹2 કરોડની જોગવાઈ.
11 – હાલમાં,સગર્ભા માતાઓને પૂરક પોષણ પૂરું પાડતી પોષણ સુધા યોજના આદિવાસી વિસ્તારોમાં 10 તાલુકાઓમાં અમલમાં છે.આ યોજના બહુમતી આદિવાસી વસ્તી ધરાવતા 72 તાલુકાને આવરી લેશે અને આ યોજના હેઠળ વ્યક્તિ દીઠ થતા ખર્ચમાં 50 ટકાનો વધારો કરશે. આ યોજના માટે ₹118 કરોડની જોગવાઈ.
– બજેટ 2025-26 માં આદિજાતિ વિકાસ માટેની જોગવાઈ
– વર્ષ 2025-26ના બજેટમાં આદિજાતિ વિકાસ માટે કુલ રૂ.5120 કરોડની જોગવાઈ કરી
– સરકારી છાત્રાલય,આદર્શ નિવાસી શાળા,એકલવ્ય મોડેલ રેસિજેન્સિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટર્સ સ્કૂલના બાંધકામ માટે રૂ.912 કરોડ
– વનબંધુ કલ્યાણ યોજના-2 અંતર્ગત વર્ષ 2021-22 માં આગામી પાંચ વર્ષમાં ₹1 લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
– માર્ચ 2025માં રૂ.69,882 કરોડની ફાળવણી અને આ વર્ષે અંદાજિત ₹30,121 કરોડની ફાળવણી
– અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા રૂ.755 કરોડની જોગવાઇ
– 664 આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે 1 લાખ વિધાર્થીઓ માટે રૂ.547 કરોડની જોગવાઇ.
-176 સરકારી છાત્રાલયો અને 921 ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત 70 હજાર વિદ્યાર્થીઓ માટે રૂ. 313 કરોડની જોગવાઇ.
– દૂધ સંજીવની યોજના અંતર્ગત રૂ. 233 કરોડની જોગવાઇ.
– રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ,
– 43 ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ,
– બે સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત
-ડોલવણ,ખેરગામ,નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરાશે.
નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40 હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ રૂ. 285 કરોડની જોગવાઇ.
– પ્રિ મેટ્રીકના આશરે 13 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.160 કરોડની જોગવાઇ.
– ધો.1 થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂ.108 કરોડ
– વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ-9માં અભ્યાસ કરતી 33 હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા રૂ.15 કરોડ
– મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂ. 125 કરોડની જોગવાઇ
– મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ રૂ. 102 કરોડની જોગવાઇ
– મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂ. 100 કરોડની જોગવાઇ.
– સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ રૂ. 87 કરોડની જોગવાઇ.
– કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે રૂ. 42 કરોડની જોગવાઇ.
– આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા રૂ. 7 કરોડ
– આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે રૂ.99 કરોડ
– યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર-આર્થિક વિકાસની નવી તકો માટે રૂ.74 કરોડ
– આદિવાસી બાળકો,સગર્ભા,ધાત્રી માતાઓ માટે ‘દૂધ સંજીવની યોજના’
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બર 2009ના રોજ ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરી હતી,જેનો હેતુ આદિજાતિ બાળકો,સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે.આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્રના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલી અને સગર્ભા,ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષોમાં કુલ ₹12,021 કરોડના ખર્ચે 87,89,105 જેટલા લાભાર્થીઓને ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધનો લાભ આપવામાં આવ્યો છે.
– માતા અને નવજાત માટે વરદાન બની ‘પોષણ સુધા યોજના’
સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે.માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે.આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 18 જૂન 2022ના રોજ પોષણ સુધા યોજના એટલે કે સ્પોટ ફીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતોઆ યોજનાનો ઉદ્દેશ રાજ્યના તમામ આદિજાતી જિલ્લાઓના તમામ આદિજાતી તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિ સુધારવાનો,પાંડુરોગવાળા તેમજ જન્મ સમયે ઓછા વજનવાળા બાળકોનાં દરમાં ઘટાડો કરવાનો અને પ્રસૂતિના પરિણામોમાં સુધારો લાવવાનો છે.
– એકલવ્ય રેસિડેન્શીયલ સ્કૂલ
એકલવ્ય શાળાની સ્થાપના વર્ષ 1997-98માં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) તરીકે પણ થાય છે.આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જેથી કરીને તેમને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડી શકાય.આ શાળાઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આ શાળાઓ રાજ્ય સરકારો હેઠળ આવે છે, જે તેમની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.એકલવ્ય શાળામાં 480 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકે છે. એટલે કે આ શાળા ધોરણ 6 થી 8 સુધીની છે.
– આદિવાસી ખેડૂતો માટે કૃષિ વૈવિદ્યકરણ યોજના 2022-23
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિજાતિ ખેડૂતોની ખેત આવકમાં વધારો કરી ખેતી વૈવિધ્યપૂર્ણ અને સસ્ટેઇનેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આ 14 જિલ્લાઓના 1 લાખ 23 હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.
– વનવાસી કલ્યાણ પરિષદનું વનવાસી બંધુને ગળે લગાઓ અભિયાન
માત્ર સરકાર જ નહી પણ દેશના ઘણા સામાજીક,સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય હિતને લઈ ચાલતા સંગઠનોએ પણ આદિવાસી ઉત્થાન માટે તેમજ ધર્માંતરણને અંકુશમાં લાવવા ભગીરથ પ્રયાસો કર્યા છે.જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા વનવાસી કલ્યાણ પરિષદ પણ આ અભિયાન વર્ષોથી ચલાવી રહ્યુ છે.જે અંતર્ગત આ સંસ્થાએ વનવાસીઓને ગળે લગાવો અભિયાન શરૂ કર્યું છે.જેમાં આવા પછાત વર્ગોને શક્ય તમામ પ્રકારની સવલતો આપવા પ્રયાસ કરવામા આવી રહ્યો છે.જેના થકી પણ ધર્માંતરણની પ્રવૃતિ પર ખાસો અંકુશ આવ્યો છે.અને હવે ધર્માંતરિત લોકો ઘર વાપસી કરતા થયા છે.
– વનવાસી કલ્યાણ પરિષદ વિશે ટૂંકી વિગત
વનવાસી કલ્યાણ પરિષદ એટલે કે આશ્રમની સ્થાપના કરવામા આવી હતી.રમાકાંત કેશવ દેશપાંડે જેઓ બાળાસાહેબ દેશપાંડે તરીકે પણ ઓળખાય છે તેમણે આની શરૂઆત કરાવી હતી.જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા છે.આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી બંધુઓ જેમને ખ્રિસ્તી મિશનરીઓ સંચાલીત શાળાઓનો સામનો કરવાનો છે.આ આશ્રમ બહોળા આદિવાસી વિસતારમાં કાર્યરત છે.અને આજે તેનો ફેલાવો પણ ખૂબ વધ્યો છે.વર્ષ 1663 માં તેના કાયમી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી જેનું ઉદ્ઘાટન એક સમયના સર સંઘચાલક માધવરાવ સદાશીવ રાવ ગોલવલકરજીના હસ્તે કરવામા આવ્યુ હતુ અને વર્ષ 1977 માં તેને રાષ્ટ્રીય દરજ્જો પણ મળ્યો હતો.
આ પ્રકારે આપણો સામાજીક વારસો ગણાતો આદિવાસી સમુદાયમાં પૌરાણીક પરંપરા,માન્યતા,અનોખા રીત-રિવાજોને લઈ જાણીતો છે.અને તે વારસાને જાળવી રાખવો તે ખૂબ જ આવશ્યક છે.અને તેના માટે સરકાર અને આવા સંગઠનો તેમજ વ્યક્તિગત રીતે પણ ઘણા લોકોએ ફાળો આપ્યો છે તે ગર્વની બાબત છે.અને આ પ્રક્રિયા નિરંતર ચાલે તે પણ જરૂરી છે.