KEY POINTS
- ગુજરાત એટલે દેશનું સ્વયંસમૃદ્ધ અને સતત પ્રગતિશીલ રાજ્ય
- ગુજરાતને વિકાસ પથ પર લઈ જવામાં સિંહ ફાળો કોનો ?
- મહારાષ્ટ્રથી અલગ પડ્યુ ત્યારે ગુજરાત પાસે ઉદ્યોગના નામે શું હતુ ?
- ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન કેવી રીતે બન્યુ,કયા સેક્ટરની ભૂમિકા ?
- ગુજરાતના વિકાસમાં રાજ્ય સરકારનો કેટલો રહ્યો છે ફાળો ?
ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યુ ત્યારે ગુજરાતમાં આજીવિકા આપના ઉદ્યોગ તરીકે એક માત્ર મીઠુ જ હતું.પરંતુ સમયાંતરે ધીમે ધીમે ગુજરાતમાં કૃષિ વિકાસ,ડેરી,પશુપાલન વગેરે ક્ષેત્રો ઉમેરાતા ગયા અને ગુજરાતે વિકાસી રાહ પણ આગણ વધવા પગરણ માંડ્યા હતા.જોકે ગુજરાતનો ઝડપી અને યોગ્ય દિશામાં કેવિ રીતે વિકાસ સાધ્યો તે માટે પ્રસ્તુત છે આ વિસ્તૃત અહેવાલ.
વર્ષ 1960 પછીના દાયકાઓ સુધી ગુજરાતના વિકાસની ગતિવિધિઓ વાપીથી તાપીના બેલ્ટ સુધી સીમિત રહી હતી.દરિયો,રણ,ડુંગરાઓ ધરાવતા ગુજરાતમાં એ સમયે વિકાસની કોઈ સંભાવના ન હતી.વીજળી,પાણી,રોડ-રસ્તા,ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનું કોઈ સ્થાન કે દિશા ન હતા.પરંતુ છેલ્લા દાયકાઓમાં ગુજરાતે વિકાસની રફતાર પકડી છે.
સરકાર સાથે જનતા અને સામાજીક,સાંસ્કૃતિ સંગઠનની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે તો તેના કેવા મીઠા ફળ મળે તે જાણવું હોય તો છેલ્લે અઢી દાયકા એટલે કે વર્ષ 2001 થી લઈ વર્ષ 2025 એટલે કે હાલ સુધીમાં થયેલા ગુજરાતના વિકાસને ધ્યાને લેવો પડે.
– સરકાર સાથે સ્વૈચ્છીક સંસ્થાઓ અને જનતાની સહભાગિતા
ગુજરાત સરકારનું પ્રથમથી જ માનવુ રહ્યુ છે કે શહેરોની સમકક્ષ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ થાય.કારણ કે લોકો સુવિધાઓના અભાવે ગામડાઓમાથી પલાયન કરી લોકો શહેરો તરફ વળ્યા હતા.ત્યારે ગામડામાં શહેરોની સમકક્ષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકવાનું શરૂ કરાયુ અને તે માટે તત્કાલિન રાજ્ય સરકારે ગામડાને પણ મહત્વ આપવાનું શરૂ કર્યુ હતુ.
છેલ્લા 30 વર્ષથી જનતાનો વિશ્વાસ પ્રાપ્ત થતા ગુજરાતમાં સરકાર દ્વારા જે પ્રકારના વિકાસ કાર્યો થયા છે તે ખૂબ પરિણામ લક્ષી રહ્યા છે.ગુજરાત સરકારનો પહેલાથી જ એક મંત્ર રહ્યો છે કે ” સૌનો સાથ,સૌનો વિશ્વાસ,સૌનો પ્રયાસ એટલે સૌનો વિકાસ ” આમ જનતા,NGO અને સરકાર જો સાથે મળી એકબીજાની સહભાગીતાથી કામ કરવામાં આવે ત્યારે જે તે રાજ્ય વિકાસની હરણફાળ ભરી શકે છે.અને આ પ્રકારના પ્રયાસ થકી જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે.
– વણથંભ્યુ ગુજરાત વણથંભ્યો વિકાસ
વર્ષ 2001માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સાશનની ધુરા સંભાળી ત્યારથી ગુજરાતમાં વિકાસ ચરમસીમાએ પહોંચ્યો છે.તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું સૂત્ર હતુ કે ” વણથંભ્યુ ગુજરાત વણથંભ્યો વિકાસ “અને આ સૂત્ર અંતર્ગત રાજ્યનો સમતુલીત વિકાસ કઈ રીતે શક્ય બને તે દિશામાં તેમણે કામગીરી શરૂ કરી અને કેટલીક મહત્વની યોજનાઓ શરૂ કરી તે પૈકીની એક એટલે ” જ્યોતિગ્રામ યોજના ” છે.
– આફતને અવસરમાં ફેરવવાની ખાસિયત
જ્યારે પણ આફત આવે ત્યારે તેને આવસરમાં કઈ રીતે ફેરવવી તેની આવડત નરેન્દ્ર મોદીની એક ખાસીયત કાયમથી રહી છે.જ્યારે વર્ષ 2001 માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે સૌથી પહેલો પડકાર તેમના માટે કચ્છનો ભયાવહ ભૂકંપ હતો.અને તેને કેવી રીતે પહોંચી વળવું તે ચિંતાનો વિષય હતો.ત્યારે આફતને અવસરમાં ફેરવવાની તેમની ખાસિયત કામ આવી અન તેમણે સ્થાનિક લોકો,રાજ્યના સ્વૈચ્છીક સંગઠનો,NGO એમ લોકભાગીદારી થકી ગુજરાત અને કચ્છને ફરી બેઠુ કરવુ એટલુ જ નહી પણ ફરી તેને વિકાસની ગતિઓ દોડતુ કરવા માટે ભૂકંપ પુનર્વસન કામગીરી શરૂ કરાવી હતી.
– રાજ્યના સંતુલિત વિકાસ સાધવાની નેમ
ગુજરાત અને નરેન્દ્ર મોદીની વાત આવે એટલે વિકાસનો મુદ્દો અવશ્ય ચર્ચામાં આવે છે.ગુજરાતમાં એક દાયકાથી વધુ સમયમાં નરેન્દ્ર મોદીની સરકારે જે વિકાસ કર્યો છે તેને અસંતુલિત અને ઉદ્યોગકારો તરફી કર્યો હોવાના આક્ષેપો અવારનવાર મૂકવામાં આવ્યા છે.રાજ્યની વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આક્ષેપો મૂક્યા કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો જ વિકાસ વિચાર્યો.આ દાવાઓને પોકળ સાબિત કરતી ગુજરાતની સરકારી યોજનાઓ જ કહી આપે છે કે ગુજરાતમાં સામાજિક વિકાસની દિશામાં કેટલું બધું કાર્ય થયું છે અને તેનાથી રાજ્યનો સંતુલિત વિકાસ સાધવામાં કેવી રીતે સફળતા મળી છે.
1. વર્ષ 2001 માં ભૂકંપ પુનર્વસન અને પુનનિર્માણ
વર્ષ 2001 માં ગુજરાતના ક્ચ્છમાં આવેલ ભયાવહ ભૂકંપમાં મોટી જાનહાનિ થઈ ગામોના ગામ ક્ષણવારમાં ગાયબ થયા,ઘરો જાણે કે માટીના ઢગલા બની ગયા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની ધુરા સંભાળતા જ નરેન્દ્ર મોદીએ એજ વર્ષમાં એટલે 2001માં ભૂકંપ પુનર્વસન અને પુનનિર્માણ કામગીરીનો પ્રારંભ કરી દીધો હતો.જેથી કચ્છ ખૂબ જ ઝડપથી બેઠુ થઈ શક્યુ હતુ.
ગુજરાતમાં 26 જાન્યુઆરી,2001માં આવેલા ભૂકંપને કારણે સર્જાયેલી તારાજીમાંથી રાજ્યને બેઠું કરવા માટે ‘ગુજરાત ભૂકંપ પુનર્વસન અને પુનર્નિર્માણ કાર્યક્રમ’ તૈયાર કરવામાં આવ્યો.ભૂકંપ બાદ 500 આફ્ટર શોક્સ નોંધાયા હતા.એક અહેવાલ પ્રમાણે આફતમાં અંદાજે 13,800 લોકો માર્યા ગયા હતા અને 1,67,000 લોકો ઘાયલ થયા હતા.અંદાજે 12 લાખ મકાનો નાશ પામ્યા કે નુકસાન પામ્યા હતા.કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 10,600 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને લોકોને સામાજિક અને આર્થિક બંને રીતે બેઠા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.જેમાં આવાસ નિર્માણ,ભોતિક માળખું તૈયાર કરવું,સામાજિક માળખું તૈયાર કરવું જેમ કે સ્વાસ્થ્ય અને શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવી,શહેરી પુન:નિર્માણ,આજીવિકાની વ્યવસ્થા,સામાજિક પુનર્વસન વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
2. વર્ષ 2002 વાસ્મો થકી વોટર મેનેજમેન્ટ
ગુજરાત સરકારે વર્ષ 2002માં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (WASMO)ની સ્થાપના કરી.જેનો મુખ્ય હેતુ સામુદાયિક સ્તરે પાવાની પાણીના ક્ષેત્રમાં પાયાગત સુધાર અને જાગૃતિ લાવી શકાય.આ સાથે ગ્રામીણ ગુજરાતમાં પીવાની પાણીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
ખાસ કરીને ગુજરાતના સરહદી વિસ્તાર જે મોટે ભાગે દરિયાઈ પટ્ટી કે રણપ્રદેશને અડીને આવેલો છે.આ જિલ્લાઓમાં પીવાની પાણીની ખૂબ જ અછત રહેતી આ વિસ્તારની મહિલાઓને એક એક બેડા પાણી માટે આઠ થી દસ કિલોમીટર દૂર સુધી રઝડપાટ કરવા પડતી ત્યારે માંડ પરીવારને પીવા માટે પાણી મળતુ હતુ.
આ પરિસ્થિતિને પહોંચીવળવા માટે ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે તે વખતે WASMO એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ જેને ટૂંકમાં કહીએ તો ગ્રામ્ય વિસ્તારમાં શુદ્ધ પેટ જળ અને સ્વચ્છતા પર કામ કરતી સરકારે રચેલી સ્વાયત સંસ્થા છે.
3. વર્ષ 2003 – જ્યોતિગ્રામ યોજના
ગુજરાત સરકારે વર્ષ 2003માં ગુજરાતના ગામડાંમાં 24 કલાક થ્રી ફેઝ ગુણવત્તાયુક્ત વીજળી પુરવઠો મળે તેવા હેતુથી આ યોજના શરૂ કરી હતી.આ સાથે ખેડૂતોને પણ ખાસ ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર્સ મારફતે ખેતી માટે વીજળી પૂરી પાડવાનો હેતુ હતો.વર્ષ 2006માં ભારતા રાષ્ટ્રપતિ ડો.APJ અબ્દુલ કલામજીએ આ યોજના દેશને સમર્પિત કરી હતી.જ્યારે 12મી પંચવર્ષીય યોજનામાં ભારત સરકારે ગુજરાતની આ યોજનાને ફ્લેગશિપ યોજના બનાવી હતી.આ યોજના પાછળ કુલ 1290 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.જેમાંથી રૂપિયા 1115 કરોડનો ખર્ચ ગુજરાત સરકારે કર્યો છે.
– જ્યોતિગ્રામ યોજનાની વિશેષતા :
- ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના સૌ પ્રથમ શરૂઆત વર્ષ 2003માં થઈ હતી
- ગુજરાતનાં પ્રથમ 8 જિલ્લામાં જ્યોતિગ્રામ યોજના પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરાઇ હતી
- ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IWMI ) ની ભલામણો સ્વીકારી
- જ્યોતિગ્રામ યોજના લોન્ચ 2003 માં થઈ હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા
- જ્યોતિગ્રામ યોજનાની જાહેરાત 2006માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે કરી હતી
- સરકારે 2001 પહેલા ગ્રામીણ વિસ્તારોમાં દિવસમાં 12-14 કલાક વીજળી નિયંત્રિત કરવાનું શરૂ કર્યું
- સિંચાઈ કરતા ખેડૂતોને આઠ કલાક માટે વીજળી પુરવઠાને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું હતું
- ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય જેણે કૃષિ-ગ્રાહક વપરાશ વચ્ચે ફીડર લાઇનોને અલગ કરવાનો સુધારો કર્યો
- 2006 સુધીમાં જ્યોતિગ્રામ યોજના રાજ્યના 18,000 ગામડાઓમાંથી લગભગ 95 ટકા સુધી પહોંચી ગઈ
- કેન્દ્ર સરકારે તે વખતે તેને બારમી પંચવર્ષીય યોજના માટે એક મુખ્ય યોજના તરીકે સ્વીકારી હતી
- વીજળી વેગે સાકાર થયેલી યોજના એટલે જ્યોતિગ્રામ યોજના
- વિચારતાય વર્ષો વિતી જાય પણ માત્ર 33 મહિનામાં જળહળતી કરેલી વાસ્તવિક્તા
- ગુજરાતના ગામે ગામને ગુણવત્તા સભર 24 કલાક 3 ફેજ વીજળી
- ગુજરાતના 18,250 ગામડા અને 9681 પેટા પરાને આવરી લેતો વિસ્તાર
- સમાંતર નેટવર્ક થકી કૃષિલક્ષી,કોમર્શિલ અને રહેઠાણ માટે વીજ ગ્રાહકોનું વર્ગીકરણ
– જ્યોતિગ્રામ યોજનાનો ઉદ્દેશ
જ્યોતિગ્રામ યોજના એ ગુજરાત સરકારની એક પહેલ છે,જેનો હેતુ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક,ત્રણ તબક્કામાં ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે અને છૂટાછવાયા ફાર્મહાઉસમાં રહેતા ખેડૂતોને ખાસ ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર સાથે ફીડર લાઇન દ્વારા વીજળી પૂરી પાડવાનો છે .યોજનાની જાહેરાત 2006 માં ભારતના રાષ્ટ્રપતિ , એપીજે અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવી હતી . 2011 માં ભારત સરકારે જાહેરાત કરી હતી કે તે ગુજરાતના જ્યોતિગ્રામ પ્રોજેક્ટને તેની બારમી પંચવર્ષીય યોજના માટે એક મુખ્ય યોજના તરીકે સ્વીકારશે.
– “ફ્લેટ ટેરિફ સિસ્ટમ”
1988 માં ,ગુજરાત રાજ્યમાં ગ્રામીણ વીજળીકરણની કાર્યક્ષમતા વધારવાના પ્રયાસરૂપે,રાજ્ય સરકારે “ફ્લેટ ટેરિફ સિસ્ટમ”લાગુ કરી જે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા સબમર્સિબલ પંપના હોર્સપાવરને અનુરૂપ એક નિશ્ચિત ટેરિફ વસૂલ કરે છે.આ ટેરિફ સિસ્ટમ સમયસર ટેરિફમાં વધારો ન કરતી હોવાથી અને ખેડૂતોએ વધુ ટ્યુબવેલ સ્થાપિત કર્યા હોવાથી,ખેડૂતો પાસેથી વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો.આનાથી ભૂગર્ભજળ સંસાધનોનો લાભ લેવાનું પણ શરૂ થયું.ત્રણ-તબક્કાના વીજ પુરવઠાની માંગમાં નોંધપાત્ર વધારાને કારણે વીજ વિતરણ કંપનીઓ ગંભીર નાણાકીય તણાવમાં હતી.મોટાભાગનું નુકસાન વીજળી સંબંધિત કૃષિ સબસિડીને આભારી હતું.
– વર્ષ 2001 માં સરકારે દિવસમાં 12-14 કલાક વિજ નિયંત્રણ
ખેડૂતોના વિરોધ છતાં,સરકારે 2001 પહેલા ગ્રામીણ વિસ્તારોમાં દિવસમાં 12-14 કલાક વીજળી પુરવઠાને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું. ખેડૂતોને મફત વીજળી આપવાની રાજ્યમાં રાજકારણને કારણે, રાજ્યમાં વીજ પુરવઠાની ગુણવત્તા અને સમય બગડ્યો. આ કટોકટીને દૂર કરવા માટે, સરકારે રાજ્યમાં વીજ ક્ષેત્રના સુધારા માટે સૂચનો મંગાવ્યા. ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (IWMI) સહિત ઘણી સંસ્થાઓએ ગુજરાત સરકારને ભલામણો કરી હતી. સપ્ટેમ્બર 2003 માં, સરકારે IWMI ની ભલામણો સ્વીકારી અને રાજ્યના આઠ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી.
– સિંચાઈ માટે ખેડૂતોને 8 કલાક વિજ પુરવઠો
આ યોજનાનો હેતુ સિંચાઈ કરતા ખેડૂતોને આઠ કલાક માટે અવિરત,સારી ગુણવત્તાવાળી,સમયપત્રક અને સબસિડીવાળી વીજળી પૂરી પાડવાનો હતો,જે ગ્રામજનોને રોજિંદા જીવન વપરાશ માટે અવિરત,સબસિડી વગરની,24 કલાક પુરવઠો દ્વારા અલગ કરવામાં આવી હતી.આ ઉદ્દેશ્ય ફીડર લાઇનોને અલગ કરીને પ્રાપ્ત કરવામાં આવ્યો હતો,જેમાં સિંચાઈ કરતા ખેડૂતો અને ઘરગથ્થુ વપરાશકર્તાઓ બંનેને પૂર્ણ-વોલ્ટેજ વીજ પુરવઠો પૂરો પાડવા માટે સમર્પિત લાઇનો સોંપવામાં આવી હતી.નિયમનકારને દર વર્ષે ટેરિફ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી.આમ કરીને,ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે કૃષિ અને ગ્રાહક વપરાશ વચ્ચે ફીડર લાઇનોને અલગ કરવાનો સુધારો હાથ ધર્યો,
આ વિશાળ કાર્ય ઉચ્ચ અને નીચા તાણવાળા કેબલ,ટ્રાન્સફોર્મર,નવા વીજળીના થાંભલા વગેરેને બદલવા અને સંપૂર્ણ રિવાયરિંગ હાથ ધરીને પ્રાપ્ત થયું.2006 સુધીમાં,આ યોજના રાજ્યના 18,000 ગામડાઓમાંથી લગભગ 95 ટકા સુધી પહોંચી.
– બારમી પંચવર્ષીય યોજના તરીકે સ્વિકૃતિ
આ યોજનાને તે સમય દરમિયાન UPA-II સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી,અને તેને બારમી પંચવર્ષીય યોજના માટે એક મુખ્ય યોજના તરીકે સ્વીકારવામાં આવી હતી,જેમાં “ઝડપી,ટકાઉ અને વધુ સમાવિષ્ટ વિકાસ” લાવવાની કલ્પના કરવામાં આવી હતી.આ યોજનાની સિદ્ધિઓથી પ્રેરિત થઈને પંજાબ, કર્ણાટક,મધ્યપ્રદેશ,આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ સમાન નીતિ લાગુ કરવામાં રસ દાખવ્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટે આ યોજનાની પ્રશંસા કરતા કહ્યું કે જ્યોતિગ્રામ યોજનાએ “ગ્રામ્ય જીવનની ગુણવત્તામાં ધરમૂળથી સુધારો કર્યો છે,બિન-ખેતી આર્થિક સાહસોને પ્રોત્સાહન આપ્યું છે અને કૃષિમાં વીજળી સબસિડી અડધી કરી છે”
– જ્યોતિગ્રામ યોજનાની અસર
જ્યોતિગ્રામ યોજનાના કારણે મોટાભાગના રાજકીય પક્ષોએ દેશના વિવિધ રાજ્યોમાં મફત ખેતી વીજળી આપવાનો પોતાનો ચૂંટણીલક્ષી અભિગમ બદલ્યો.ડોઇશ બેંક દ્વારા હાથ ધરવામાં આવેલા અને પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે ગુજરાતે 2004 માં 35 ટકાથી 2007 માં એકંદર ટેકનિકલ અને વાણિજ્યિક નુકસાન (AT&C) ઘટાડીને 23.7 ટકા કરવામાં સફળતા મેળવી,પછી વર્ષ 2014 માં તે વધુ ઘટીને 19 ટકા થયું,જ્યારે દેશની સરેરાશ 26 ટકા હતી.આનાથી ગુજરાત એક વીજળી સરપ્લસ રાજ્ય બન્યું,જેના કારણે રાજ્યને વધારાની આવક થઈ.ઔદ્યોગિક વીજળીનો વપરાશ 42 ટકાના દરે વધ્યો,જોકે ટેરિફ 20 ટકા વધુ વસૂલવામાં આવ્યો,જેના પરિણામે વીજળી વિતરણ કંપનીઓની આવકમાં વધારો થયો.
– આરોગ્ય ક્ષેત્ર પર અસર
આ નીતિની અસર આરોગ્ય ક્ષેત્ર પર પણ પડી.2019 ના એક સંશોધન અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણ પછી,રાજ્યમાં વિશ્વસનીય વીજળીની પહોંચમાં વધારો થયો છે.આ યોજનાથી રાજ્યમાં આરોગ્ય સુવિધાઓની એકંદર કાર્યકારી ક્ષમતામાં પણ વધારો થયો.ટેલિવિઝનના ઉપયોગ અને વિવિધ તબીબી ઉપકરણોના સરળકાર્ય દ્વારા જનતા માટે સરળતાથી ઉપલબ્ધ થતી વિવિધ આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
– જ્યોતિ ગ્રોમોધ્યોગ વિકાસ યોજના
ગુજરાત સરકારની જ્યોતિગ્રામ યોજના અંતર્ગત રાજ્યના મોટા ભાગના ગામોને 3 ફેજ વિજપુરવઠો 24 કલાક પુરો પાડવામાં આવી રહ્યો છે.જેમાં કૃષિ વિજ જોડાણ અને ગ્રામ્ય વિજ જોડાણ બનેને અલગ કરવામાં આવ્યા જેથી ગામડાઓમાં અવિરત વિજ પુરવઠો મળી રહે અને આમ કરનારુ દેશમાં એક માત્ર રાજ્યો હોય તો તે ગુજરાત છે. આના પરિણામે ગ્રામીણ લોકોને પોતાના જ ગામમાં રહી લઘુ ઉદ્યોગો,કુટિર ઉદ્યોગો અને અન્ય કૃષિલક્ષી ગ્રામીણ ઉદ્યોગો સ્થાપીને આજીવીકા મેળવવાની નવી તકો પુરી પાડવામાં આવી રહી છે.
આ યોજની હેઠળ જે તે લધુ ઉદ્યોગકાર એટલે કે MSME ને 25 લાખ સુધીની લોન સહાય બેકના માધ્યમથી આપવામા આવે છે તેમજ 30 ટકા સુધી સબસિડીનો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં લાભાર્થીની ઉંર 25 વર્ષથી લઈ 50 વર્ષ સુધીની હોવી આવશ્યક છે.તે ઓછામા ઓછું 10 પાસ કરેલ હોવો જોઈએ.
– ગામ જગતને થયો ફાયદો
જ્યોતિગ્રામ યોજના ગામ જગતના સર્વાંગીણ વિકાસની યોજના છે જે અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માઈલોની મજલ કાપવી પડતી હતી.તે જ સુવિધાઓ હવે ગામડા ગામમાં ઘર આંગણે મળતી થઈ છે.ગામડામાં અવિતર વિજપુરવઠો મળતો થતાં ગ્રામ જીવનું સ્તર સુધર્યુ અને શહેર સમકક્ષ બન્યુ અને શહેર ભણી સ્થાંતરને બદલે ગામ ભણી પુનરાગમન વધ્યુ.વીજળીથી ચાલતા સાધનો અને ઉપકરણોનો ઉપયોગ વ્યાપક બન્યો છે. તો સિંચાઈ માટેની વીજળીમાં નિયમિતતા આવતા કૃષ્કારોનું જીવનસ્તર સુધર્યુ છે. અને ખેતરમાં સમય બચવાને કારણે અન્ય કર્યો પણ શક્ય બન્યા છે. વીજ પુરવઠો નિયમિત થતા બાળકો અને યુવાઓને ગામમાં જ અભ્યાસની તકો સાંપડી છે. ગામની શાળાઓમાં વિજ્ઞાન માટે પ્રાયોગિક તાલિમ પણ મળી રહી છે.ગામડાનો વિદ્યાર્થી શિક્ષણ પાછળ વધુ સમય આપતો થતા ગ્રામ્ય શિક્ષણનું સ્તર પણ વધ્યુ છે. અભ્યાસબાદ યુવાઓ હવે પોતાના જ કામમા કારીગરી વગેરે જેવા કામો કરવા સક્ષણ બન્યા છે.
– વિલેજ લાઇટિંગ સ્કીમ
જ્યોતિગ્રામ યોજના એટલે કે ‘ વિલેજ લાઇટિંગ સ્કીમ ‘ એ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક,થ્રી-ફેઝ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ છે અને વિખેરાયેલા ફાર્મહાઉસમાં રહેતા ખેડૂતોને ખાસ ડિઝાઇન કરેલ ટ્રાન્સફોર્મર સાથે ફીડર લાઇન દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવાની ખાતરી કરવા માટે ગુજરાત,ભારત સરકારની એક પહેલ છે.
-ઉર્જાક્ષેત્રમાં ‘જ્યોતિગ્રામ યોજના’ના કારણે જીવન ધોરણ બદલાવ
ઈલેક્ટ્રીસીટીનો માનવજાતના વિકાસમાં ‘ચાલકબળ’તરીકે પ્રસ્થાપિત સ્વરૂપે સ્વીકાર્ય છે.વિદ્યુત શક્તિની શોધ બાદ સમયાંતરે વીજળીના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં લેતાં ટેકનીકલ,કોમર્શીયલ બાબતો હોવાને કારણે ભારતમાં અંગ્રેજોના સમયગાળામાં ઈલેક્ટ્રીસીટી એક્ટ 1910 ઘડવામાં આવ્યો જે 2003 માં નવીન કાયદો ઘડાયો ત્યાં સુધી 93 વર્ષ જેટલા લાંબા સમયગાળા માટે સુધારા વધારા સાથે અમલમાં રહ્યો આઝાદી બાદ 1948 માં Supply of Electricity Act લાગુ કરવામાં આવ્યો જેનાથી ઈલેક્ટ્રીસીટી ક્ષેત્રને દેશના રાજ્યોમાં ઈલેક્ટ્રીસીટી બોર્ડ તરીકે અસ્તિત્વમાં આવ્યા.
-નરેન્દ્ર મોદીની રાજકીય ઈચ્છાશક્તિને આભારી
પ્રથમ 15 ઓગષ્ટ 2003 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પાટણ ખાતે કરવામાં આવેલ અને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય ઈચ્છાશક્તિને આભારી છે અને આ યોજના જેમ જેમ સફળ થઈ તેમ રાજ્યસરકારે જ આ યોજના અમલ કરશે તેવી જાહેરાત થઈ એટલે કે રાજ્યસરકાર આ યોજનાનો તમામ ખર્ચ ભોગવશે અને તે મુજબ થયું.આ સમયગાળાની જ્યોતિગ્રામ યોજનાના અને ઉર્જાક્ષેત્રના સુધારા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિદ્યુતબોર્ડના ચેરમેન-રાજકીય હતા,તેઓને દુર કરીને ચેરમેન તરીકે મંજુલા સુબ્રમણ્યમ સીનીયર આઈએએસ અધિકારીને મુકવામાં આવ્યા.આ વિદ્યુત બોર્ડનો Turning Point કહી શકાય.તે વખતની જ્યોતીગ્રામ યોજનાનો લોકાર્પણ ‘Dedication to the Nation’ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા પાવાગઢ-ચાંપાનેર ખાતે કરવામાં આવેલ.આ યોજના મુખ્યત્વે રાજ્યના 18,250 ગામડાઓના ગામતળને વીજળી આપવાની હતી,સમયાંતરે તેમાં ફેરફાર થયા છે અને રાજ્યના ઉર્જાવિભાગ દ્વારા 24 જાન્યુઆરી 2017 માં ગામડામાં પણ જુદા જુદા હેતુ માટે જ્યોતિગ્રામ ફીડરમાંથી વીજળી આપવા માટે બદલાવ કરવામાં આવ્યા છે.
– વિદ્યુતબોર્ડના જમાનામાં જ્યોતિગ્રામ ફિડર બન્યુ
ગુજરાત વિદ્યુતબોર્ડના સમયગાળામાં સૌ પ્રથમ ‘જ્યોતિગ્રામ યોજના’ ઘડવામાં આવી ત્યારે પાયાની ગામતળના રહેણાંક વિસ્તારમાં સતત વીજપુરવઠો આપવા માટે જે ‘Rural Feeder’ ગ્રામ્ય ફિડર તરીકે ઓળખાતું તેમાંથી Agriculturel Rural Feeder કૃષિ ગ્રામ્ય ફિડરને અલગ કરી ‘જ્યોતિગ્રામ’ ફીડર ગામતળને વીજપુરવઠો પુરો પાડવા માટે ‘Segregate’ કરવામાં આવે તેવો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવ્યો અને આ યોજનાના ઘડતરમાં અને નિતીવિષયક નિર્ણય જાહેર કરવામાં અમલદારો કક્ષાએ અને ટેકનીકલ એન્જીનીયર દ્વારા શંકા / કુશંકાઓ એટલા માટે વ્યક્ત કરવામાં આવી કે એકબાજુ વિદ્યુતબોર્ડ મોટાપાયે ખોટ કરતું અને બીજીબાજુ સમગ્ર રાજ્ય ગામડાઓને જોડતી અલગ લાઈનો નાખવી,જો કે શરૂઆતમાં સબંધિત ગામ,રાજ્ય સરકાર,બોર્ડ અને લોન લઈને આ યોજના અમલીકૃત કરવાનો નિર્ણય હતો.
– GETCO સાથે ચાર વિજવિતરણ કંપનીઓનો ફાળો
GETCO અને ચાર વીજવીતરણ કંપનીઓ – DGVCL, MGVCL, UGVCL અને PGVCL. આ ઉપરાંત Apex કંપની તરીકે ગુજરાત ઉર્જાવિકાસ નિગમ (GUVNL) રચવામાં આવ્યું .સમગ્ર દેશને રાહ ચીંધનાર ‘જ્યોતિગ્રામ’ યોજનાનું અમલીકરણ અને રાજ્યની કાયાપલટમાં મુખ્ય ફાળો છે.આજે સમગ્ર દેશમાં – દિનદયાળ ઉપાધ્યાય જ્યોતિગ્રામ યોજનાનો સમગ્ર દેશમાં અમલ થઈ રહ્યો છે.