વર્ષ 2012ના એર હોસ્ટેસ ગીતિકા આત્મહત્યા કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે મંગળવારે ચૂકાદો આપતા હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને નિર્દોષ જાહેર કર્યા.કોર્ટે ગોપાલ કાંડા ઉપરાંત અરુણા ચઢ્ઢાને પણ નિર્દોષ જાહેર કર્યા છે.નોંધનિય છે કે ગોપાલ કાંડાની એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે કામ કરતી ગીતિકાએ 5 ઓગસ્ટ, 2012ના રોજ અશોક વિહાર સ્થિત પોતાના ઘરે ફાંસી લગાવીઆત્મહત્યા કરી લીધી હતી.ગીતિકા આત્મહત્યાનો મામલો સામે આવ્યો ત્યારે ગોપાલ કાંડા દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા હતા.રેડિયો રિપેરિંગનુ કામ કર્યા બાદ તેમે એરલાઇન્સ શરૂ કરી પછી ધારાસભ્ય બન્યા અને બાદમાં તેઓ હરિયાણાના ગૃહ રાજ્ય મંત્રીનું પદ સંભાળ્યું હતુ.