સુરતમાં અન્ય રાજ્યમાંથી આવતા યાત્રીઓને અસામાજિક તત્વો ગેરમાર્ગે દોરીને લૂંટી ન લે તે અર્થે એક ભગીરથ કાર્ય રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના સૂચનાથી થયુ છે.સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે મંગળવારે સુરત રેલ્વે સ્ટેશનની બહાર આઉટ ગેટની બાજુમાં હેલ્પડેસ્કનું લોકાર્પણ કર્યુ.આ હેલ્પડેસ્ક 24 કલાક યાત્રીઓ માટે ખુલ્લું રહેશે.જેમાં સીટી બસની કેમ અન્ય શહેરની માહિતી પણ આ ડેસ્ક ઉપલબ્ધ કરાશે.તો યાત્રીઓને જરૂરી માર્ગદર્શન તેમજ તેમનું માલ સામાન ચોરાઈ જાય તેની કયા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાઈ શકાય છે તેની જાણકારી આપશે.સાથે જ અને કઈ ટ્રેનમાં કે કઈ બસમાં તમે જઈ શકો છો એની પણ માહિતી ડેસ્કથી ઉપલબ્ધ કરાશે.