કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 24મા વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસ સેક્ટર સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા.ત્યાં તેમણે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.આ પ્રસંગે જવાનોના શૌર્ય અને શહાદતને યાદ કરતા તેમણે જણાવ્યુ હતુ કે 1999માં આપણા વીર જવાનોએ દેશની રક્ષા માટે જે બહાદુરી દર્શાવી હતી તે સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ કારણ કે આપણા સૈનિકો 0 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ઓક્સિજનની અછત હોવા છતાં ક્યારેય તેમની બંદૂકો નીચે મૂકતા નથી.આજે કારગીલમાં ભારતનો ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે કારણ કે 1999માં ભારતના સૈનિકોએ તેમની બહાદુરી દર્શાવતા દુશ્મનોની છાતી પર તિરંગો ફરકાવ્યો હતો.