ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF એ વર્ષ 2023માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે.જે એપ્રિલમાં અપાયેલા અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે.આ માટે IMFએ FY-2023 ના માર્ચ ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત આર્થિક સ્થિતિની આગાહી કરી છે. IMFએ જણાવ્યું હતું કે મજબૂત સ્થાનિક રોકાણના પરિણામે 2022ના ચોથા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત વૃદ્ધિ થઈ છે.રિપોર્ટ અનુસાર વૈશ્વિક વૃદ્ધિ 2022માં અંદાજિત 3.5 ટકાથી ઘટીને 2023 અને 2024માં 3 ટકા રહેવાનો અંદાજ છે.