મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં રૂ.1360 કરોડના રોકાણો માટે 6 MoU થયાં.વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 પૂર્વે એન્જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ MoU કર્યાં.MOUની અંગે વિગતે જોઈએ તો એન્જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ.775 કરોડના રોકાણો માટે 3 ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા.આ ત્રણેય ઉદ્યોગગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-2માં ઉદ્યોગો સ્થાપશે.તો ટેક્ષટાઈલ સેક્ટરમાં રૂ.294 કરોડના રોકાણો માટે એક MOU કરવામાં આવ્યું જ્યારે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બે ઉદ્યોગો રૂ.290 કરોડનું રોકાણ કરશે.આ ઉદ્યોગો સ્થપાતાં 3 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે.આમ વાયબ્રન્ટ સમિટ-2024 પૂર્વે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ શરૂ થયો છે.