ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં 2 યુવક ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. વલસાડ નજીકના બે યુવકો માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. આ દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્રની હદ પરના દહાણુંમાં બંને ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ દરિયામાં પહોંચી ગઈ હતી અને બંનેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દરિયામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ભૂપેન્દ્ર અંભિરે નામના યુવકનો અત્તોપત્તો મળ્યો નહતો. ફાયર વિભાગ અને દહાણું પોલીસ લાપતા યુવકની શોધખોળ કરી રહી છે. હેલિકોપ્ટર દ્વારા દરિયામાં ડૂબેલા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.