અંજુ-નસરુલ્લા લવ સ્ટોરીઃ અંજુનો નવો વીડિયો પાકિસ્તાનથી સામે આવ્યો છે. આ વીડિયોએ તે આશંકાઓનો અંત લાવી દીધો છે જેના વિશે સતત ચર્ચા ચાલી રહી હતી. નસરુલ્લાના પ્રેમમાં ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુએ ઈસ્લામ કબૂલ કર્યો છે. ત્યાં ગયા પછી તેમનું ધર્મ પરિવર્તન થયું અને હવે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. અંજુનો જે નવો વીડિયો સામે આવ્યો છે તેમાં હાજર એક વ્યક્તિ અંજુને ફાતિમા કહીને બોલાવી રહ્યો છે. આ સિવાય લોકો અંજુને લગ્નની ભેટ આપવા પણ આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં અંજુની આસપાસ કેટલાક સંબંધીઓ જોઈ શકાય છે, જેઓ લગ્ન પછી તેને ભેટ આપતા જોવા મળી રહ્યા છે. અંજુ પાકિસ્તાન ગયા પછી જ એવી અટકળો શરૂ થઈ હતી કે તેણે તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે અને ઈસ્લામ સ્વિકાર કરી લીધો છે. વીડિયો સામે આવ્યા બાદ તેની પુષ્ટિ પણ થઈ હતી.
આ પહેલા અંજુ અને નસરુલ્લા કોર્ટમાં જતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, બંનેએ ક્યારેય ખુલ્લેઆમ લગ્નની વાત સ્વીકારી ન હતી. આ સિવાય અંજુએ પણ ઈસ્લામ સ્વીકારવાની વાત સ્વીકારી ન હતી.
ये जब से अंजू #Pakistan गई है, उस दिन के बाद से ही हर रोज एक वीडियो सामने आ रहा है…
ऐसा लग रहा है हर दिन #Webseries का एक एपिसोड रिलीज हो रहा है.#AnjuinPakistan #AnjuNasrullahLoveStory #anjulovestory pic.twitter.com/FV3GVCchMQ
— lalit kumar (@Lalitverma510) July 29, 2023
થોડા દિવસો પહેલા પોતાના પ્રેમી માટે પાકિસ્તાન ગયેલી અંજુના પિતા ગયાપ્રસાદ થોમસનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું, “અંજુએ અમારી સાથે ખોટુ કર્યુ છે, મારા સન્માનને નેવે મુકી દીધા છે તે હવે મારા માટે મરી ગઈ છે. જો ભૂલથી પણ અંજુ મારી સામે આવશે તો હું તેને સ્વિકારીશ નહીં. અંજુના પિતાએ વધુમાં કહ્યું હતું કે તે તેને તેના જીવનમાં ફરી ક્યારેય જોવા માંગતા નથી.
અંજુનું ગામ ગ્વાલિયર જિલ્લાના ટેકનપુરમાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે અંજુના પિતા ગયાપ્રસાદ થોમસ પહેલા જ ધર્મ પરિવર્તન કરી ચૂક્યા છે. પહેલા હિંદુ, પછી ઈસાઈ અને હવે દીકરીએ ઈસ્લામ કબૂલ કર્યા પછી આખું ગામ પરિવારની સામે ઊભું હોય તેવું લાગી રહ્યું છે. લોકોએ કહ્યું કે દીકરીએ ઈસ્લામ કબૂલ કર્યા બાદ આખા પરિવારે પોતાનો ધર્મ બદલીને પાકિસ્તાન જવુ જોઈએ.