અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે.રાષ્ટ્રપતિ જો બાયડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા હશે તે સ્વાભાવિક છે.જો કે આ સ્પર્ધા વચ્ચે રસપ્રદ બાબાત એ છે કે આ પદ માટે કેટલાક ભારતીય-અમેરિકન નેતાઓના નામની પણ ચર્ચા છે.જેમાં ભારતીય મૂળના અમેરિકન હર્ષવર્ધન સિંહ,નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી કે જેમણે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.નિક્કી અને વિવેકની જેમ હર્ષવર્ધને રિપબ્લિકન પાર્ટી પાસેથી ઉમેદવારી માંગી છે.ત્રણ ભારતીય અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝપલાવતા ચૂંટણી રસપ્રદ રહે તેવી સંભાવના છે.વિવેક રામાસ્વામી,નિક્કી હેલી અને હર્ષવર્ધન સિંહ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે.જો કે,કાનૂની પડકારો છતાં ટ્રમ્પ 2024 માટે રિપબ્લિકન પાર્ટીના નોમિનેશનની રેસમાં આગળ છે.