વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે સેમિકોન ઈન્ડિયા સમિટ 2023ને સંબોધિત કર્યું.આ દરમિયાન, તેમણે કહ્યું કે સેમિકન્ડક્ટરના વિષય પર વૈશ્વિક વાતચીત થઈ છે.તેમાંથી સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન અને ઇનોવેશન પાર્ટનરશિપ પરના એમઓયુ નોંધપાત્ર છે,જે માર્ચ 2023માં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પૂર્ણ થયા હતા.તેમણે કહ્યું કે ખનિજ સુરક્ષા ભાગીદારીમાં ભારતનો પ્રવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે.જે સુરક્ષિત પુરવઠા શૃંખલાના ક્ષેત્રમાં વૈવિધ્યકરણ તરફ દોરી જશે.તેમણે ઉમેર્યુ કે ભારતમાં 5G ની શરૂઆત થઈ છે અને અમે આ બાબતમાં વેગ પકડવાનું શરૂ કર્યું છે.