રશિયાની રાજધાની મોસ્કોમાં ફરી એકવાર ડ્રોન હુમલો થયો આ હુમલાનો આરોપ યુક્રેન પર લગાવવામાં આવ્યો છે.હુમલો એવા સમયે થયો જ્યારે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સક્રિય હતી છતાં રશિયા ડ્રોન હુમલાથી ના બચી શક્યું હુમલામાં બે ઈમારતોને નુકસાન થયું.ડ્રોન હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે,જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.મોસ્કોના મેયરે પણ હુમલાની પુષ્ટિ કરી છે.રશિયાએ સાવચેતીના પગલા તરીકે તેનું નુકાવો એરપોર્ટ બંધ કરી દીધું છે.રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું હતું કે,આફ્રિકન પહેલ યુક્રેનમાં શાંતિનો આધાર બની શકે છે,પરંતુ યુક્રેનિયન હુમલાઓ સમસ્યાને જટિલ બનાવી રહ્યા છે.