કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે રવિવારે મધ્યપ્રદેશની મુલાકાતે હતા.જ્યાં ઇન્દોરના જનપાવ ખાતે ભગવાન પરશુરામના જન્મસ્થળ પર પ્રાર્થના કરી.તેમની સાથે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર હતા.તો વળી અહીં જન સભાને સંબોધતા તેમણે UPA સરકાર પર ટોણો મારતા જણાવ્યુ હતુ કે એક સમય હતો જ્યારે UPA ની સોનિયા અને મનમોહન સરકારમાં પાકિસ્તાનથી આલીયા,માલીયા,જમાલીયા આવી ગોળીઓ ચલાવી,બોમ્બ વિસ્ફોટ કરી ચાલ્યા જતા હતા છતા તે સરકારે કંઈ કર્યુ નહી.એ જ રીતે પાકિસ્તાને ઉરી અને પુલવામા પર હુમલો કર્યો પરંતુ તેઓ ભૂલી ગયા કે તે યુપીએ સરકાર નથી પરંતુ ભાજપની સરકાર છે.તેમણે ઉમેર્.ુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરી છે.