ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટણ જિલ્લાના શંખેશ્વરની મુલાકાતે હતા.પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં આવેલુ શંખેશ્વર તીર્થ એટલે પાલીતાણા બાદ ગુજરાતનું બીજા નંબરનું જૈન તીર્થ માનવામાં આવે છે.જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી પાર્શ્વ પદ્માવતી શક્તિપીઠ પોહચ્યાં હતા.જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દર્શન-પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.તેમણે શ્રી પાર્શ્વ પદ્માવતી મંદિરે વસ્ત્ર ચઢાવી દર્શનનો લ્હાવો લીધો હતો.તો આચાર્ય લેખેન્દ્ર વિજયજી મહારાજ સાહેબજીના આશીર્વાદ પણ લીધા હતા.તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર તેમજ સ્થાનિક આગેવાનો જોડાયા હતા.