બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSF એ જમ્મુ આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.ઘૂસણખોરોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષામાં રહેલા BSF દળોએ તેમનો પ્રયાસ સફળ થતો અટકાવ્યો અને ઘૂસણખોરો પર ગોળીબાર કર્યો હતો.એક સપ્તાહમાં બીજી વખત ઘૂસણખોરોએ જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ગોળીબારની ઘટના બની.”જમ્મુના અરનિયા સેક્ટરમાં,એક ઘૂસણખોરને વાડની નજીક જવાનો પ્રયાસ કરતી વખતે ગોળી વાગી હતી.”બીએસએફના સૂત્રોએ જણાવ્યું કે “ઘટના ત્યારે બની જ્યારે ઘુસણખોરે ઘૂસણખોરીને કરવાનો પ્રયાસ કર્યો.તે શું લઈને આવ્યો હતો અને તેનો હેતુ જાણવા સવારથી સર્ચ ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે.”બીએસએફ વિસ્તારની સુરક્ષા જાળવવા માટે વધારાની સાવચેતી સાથે કામ કરી રહ્યું છે” સૂત્રોએ જણાવ્યું હતું.