મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યું છે.જે દરમિયાન મંગળવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું જેમાં 16 લોકોના મોત થયા જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા.પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને રહેવાસીઓની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા.જેસીબી અને રેસ્ક્યુ ટીમે કાર્યવાહી સંભાળી લીધી છે સ્થળને ખાલી કરાવવામાં આવી રહ્યું છે.તો એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું કે થાણેના શાહપુરમાં એક પુલના સ્લેબ પર ક્રેન પડી હતી.NDRFની બે ટીમ ઘટના સ્થળે પહોંચી અને અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા જ્યારે ત્રણ લોકો ઘાયલ છે.આશંકા છે કે હજુ છ લોકો ગર્ડર નીચે ફસાયેલા છે.