અમદાવાદ શહેરનો ચોતરફ વિકાસ થઈ રહ્યો છે.તેથી સ્વાભાવિક જ ટ્રાફિક વધી શકે છે.અને આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે અને તેના ઓર્ડરના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ હવે એક્શન મોડમાં આવી ગયા છે.ત્યારે અમદાવાદ શહેરમાં એસજી હાઈવે,સીજી રોડ,જજીસ બંગલો સહિતના શહેરના પાંચ વીઆઇપી રોડને અલગ તારવીને આ રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણો તથા પાર્કિંગ વગેરે દૂર કરવાની દિશામાં ખાસ ચક્રો ગતિમાન કર્યાં છે.અને ટ્રાફિક અને દબાણ માટે સુપરવિઝન અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.સંબંધિત અધિકારીઓએ જરૂર લાગે તો પોલીસ વિભાગ કે ટ્રાફિક શાખાનો સંપર્ક કરી જે તે રૂટ પર જરૂરી પોલીસ બંદોબસ્ત મેળવી દબાણને દૂર કરવાનાં રહેશે.