લંડનમાં ભારતીય મૂળના લેખિકા ચેતના મારુની પહેલી નવલકથા ‘વેસ્ટર્ન લેન’બુકર પુરસ્કાર 2023ના સંભવિત 13 વિજેતા પુસ્તકોની યાદીમાં સામેલ કરાઈ છે.કેન્યામાં જન્મેલા મારુની નવલકથા બ્રિટનમાં રહેતા ગુજરાતીઓના વાતાવરણ પર આધારિત છે.બુકર પ્રાઇઝ જ્યુરીએ નવલકથામાં જટિલ માનવ લાગણીઓને અભિવ્યક્ત કરવા વપરાતી સ્ક્વોશની રમતના શબ્દભંડોળની પ્રશંસા કરી છે.આ નવલકથા 11 વર્ષની છોકરી ગોપી અને તેના પરિવાર સાથેના સંબંધો પર આધારિત છે.’વેસ્ટર્ન લેન’ ચાર શરૂઆતી નવલકથામાંની એક છે.આ સિવાય જોનાથન એસ્કોફેરીની’ઈફ આઈ સર્વાઈવ યૂ’,સિયાન હ્યૂજેસની’પર્લ’અને વિક્ટોરિયા લોયડ-બાર્લોની’ઓલ ધ લિટલ બર્ડ-હાર્ટ્સ’ રેસમાં છે.બુકર પુરસ્કાર 2023ના વિજેતાની જાહેરાત 26 નવેમ્બરે લંડનમાં આયોજિત સમારોહમાં કરાશે.વિજેતાને 50 હજાર પાઉન્ડ અને’આઈરિશ’ ટ્રોફી અપાશે.