સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં સુરત કોર્ટે આરોપી યુસુફ ઈસ્માઈલને ફાંસીની સજા ફટકારી છે.પોલીસે આરોપીની ધરપકડ કરીને માત્ર 11 દિવસમાં જ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.આરોપીએ 27 ફેબ્રુઆરી 2023ના દિવસે બાળકીની હત્યાને અંજામ આપ્યો હતો.સુરત શહેરના સચિનના કપલેટા ગામમાં રહેતી બે વર્ષની બાળકીનો મૃતદેહ 28 ફેબ્રુઆરી 2023ના રોજ એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.બાળકીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો.માસુમ બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.