સુરતના સચિન વિસ્તારમાં 27 ફેબ્રુઆરીના બે વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દેવામાં આવી હતી. ચકચારી આ બનાવમાં સુરતની કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે. આગામી 2જી ઓગસ્ટના રોજ આરોપીને સજાનું એલાન થશે. જેના અંગે સરકારી વકીલે એકાંત કારાવાસની પ્રથમ વખત સજા માંગી છે.
સુરતના સચિન સ્થિત ક્પલેઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો. બાળકી મોડે સુધી ઘરે પરત નહી આવતા પરિવારે બાળકીની શોધખોળ હાથ ધરી હતી અને બનાવની જાણ પોલીસને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ પોલીસ તપાસમાં જોડાઈ હતી દરમ્યાન બાળકીની લાશ બંધ મકાનના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.
આ ઘટનામાં આરોપી ભાગવામાં સફળ રહે તે પહેલા જ પોલીસે ઝડપી પાડયો હતો. આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. બે વર્ષની બાળકી સાથે નરાઘમે પેટના ભાગે બચકા ભર્યા હતા. ત્યારે 5 મહિનામાં જ આ કેસ સુરતની કોર્ટમાં ચાલી ગયો હતો.
પોલીસે આરોપીને પકડીને 11 દિવસમાં જ ચાર્જશીટ બનાવી કોર્ટેમાં રજુ કર્યો હતો. આરોપીના મોબાઇલમાંથી 200 જેટલા બિભત્સ ફોટો મળી આવ્યા હતા. 5 મહિનામાં જ આ કેસ સુરતની કોર્ટમાં ચાલી ગયો હતો. આરોપીને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. આ બનાવમાં આજે આરોપી ઇસ્માઇલ ઉર્ફે યુસુક સલીમ હજાદને કોર્ટે કાંસીની સજા સંભળાવી છે.
માર્ચ-2023માં સુરતના ચોર્યાસી તાલુકાના કપ્લેથા ગામની માત્ર દોઢેક વર્ષની બાળકીને બદકામના ઈરાદે અપહરણ કરી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરીને હત્યા કરનાર 23 વર્ષીય આરોપી ઈસ્માઈલને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ એટ્રોસીટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવી પેન્ડીગ રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો હતો. સરકારપક્ષે આરોપી વિરુધ્ધનો કેસ રેરેસ્ટ ઓફ રેર શ્રેણીનો ગણીને દોષિત ઈસ્માઈલ હજાતને ફાસીની સજા, 1 હજાર દંડ તથા પીડીતાના પરિવારને 10 લાખનુ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
પોલીસે આ આરોપીને 28 ફેબુઆરીના રોજ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ટુક સમયમાં જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ બનાવના 5 મહિનામાં જ આ કેસની ઇન્સાફી કાર્યવાહી સુરતના છઠ્ઠા એડીશનલ સેસન્સ જજ સંકુલતા સોલંકીની કોર્ટમાં ચલાવવામાં આવી હતી. આજે આરોપીને આઈપીસી કલમ 302,363, 366, પોસ્કો એક્ટ 376, એ,બી,377 વગેરે કલમ હેઠળ દોષિત જાહેર કરાયો છે. આરોપીને દોષિત જાહેર થયા બાદ સજા અંગે આજે દલીલો કરવામાં આવી હતી.