સુરતમાં ધોળે દિવસે બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે.સુરતના સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે જ પાંચથી છ લૂંટારો પિસ્તોલની સાથે ઘૂસીને બેંકના કર્મચારીને બંદક બનાવી રોકડા રૂપિયા 13,00,000 થી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે.જેને લઈને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમ ઉચ્ચ અધિકારીઓ સચિન વિસ્તારની બેંક પર દોડી આવ્યા હતા.નોંધનિય છે કે થોડા સમય પહેલાં સુરત જિલ્લામાં પણ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકમાં.આજ એમઓથી લૂંટ થઈ હતી.બેંકમાં દિન દહાડે આ પ્રકારની ઘટનાથી ફફડાટ વ્યાપ્યો હતો તો કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠ્યા હતા.