ગુજરાતમાંથી એક દુ:ખદ ઘટના સામે આવી રહી છે જેમાં શુક્રવારે બાવળા-બગોદરા હાઈવે પર એક મિની ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા 10 લોકોના મોત થયા હતા. “બાવળા-બગોદરા હાઇવે પર એક મિની ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતાં દસ લોકોના મોત થયા હતા.
નેશનલ હાઈવે પર બગોદરા પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે મીની ટ્રક અથડાતા 10 જેટલા લોકોના મોત થયા છે. મીની ટ્રકમાં સવાર લોકો ચોટીલા જઈને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત અંગેની પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મીની ટ્રક ચોટીલાથી અમદાવાદ તરફ આવી રહી હતી. ત્યાર બાદ મિની ટ્રક પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. ત્રણ લોકો આગળ અને 10 લોકો પાછળ બેઠા હતા. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, મૃતકોમાં પાંચ મહિલા, બે પુરૂષ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સુનાડા ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.