PMO નામ પર અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપીને અનેક લોકોના મકાન,જમીન પચાવી પાડી મહાઠગ કિરણ પટેલને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રાન્સફર વોરંટથી જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવ્યો. આજે કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.