વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સંત શિરોમણી ગુરુદેવ રવિદાસ સ્મારકનો શિલાન્યાસ કર્યા બાદ સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યુ કે સંતોના આશીર્વાદથી મને આ પવિત્ર સ્મારકના શિલાન્યાસ કરવાનો લ્હાવો મળ્યો છે.તેમાં પણ પોતે કાશીના સાંસદ હોવા નિમિત્તે આ બમણી ખુશીનો આ અવસર છેતેમણે ઉમેર્યુ કે સંત રવિદાસના આશીર્વાદથી આજે મે મંદિરનો શિલાન્યાસ કર્યો છે.અને એકાદ વર્ષ બાદ મંદિર તૈયાર થશે ત્યારે હું લોકાર્પણ કરવા જણ જરૂર આવીશ.કારણ કે સંત રવિદાસ મને તે માટે મોકો જરૂર આપશે તેવી મને આશા છે.સાથે જ તેમણે સંત રવિદાસના ચરણોમાં વંદન પણ કર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યુ કે અમૃત કાલમાં,આપણા વારસાને આગળ ધપાવવાની અને ભૂતકાળમાંથી શીખવાની જવાબદારી આપણી છે.
કોવિડ રોગચાળા દરમિયાન,મેં નક્કી કર્યું કે હું ગરીબોને ભૂખ્યા સૂવા નહીં દઉં.તમારી પીડા સમજવા માટે મારે પુસ્તકો શોધવાની જરૂર નથી.
અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણની શરૂઆત કરી. અન્ના યોજના અને 80 કરોડથી વધુ લોકોને મફત રાશન પૂરું પાડ્યું અને આજે આખી દુનિયા અમારા પ્રયાસોની પ્રશંસા કરી રહી છે.