વેજલપુર સબ રજિસ્ટ્રાર કચેરીના વર્ગ ત્રણના સબ રજિસ્ટર તુલસીદાસ પરસોત્તમભાઈ મારકણા રૂપિયા દોઢ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા. વેજલપુરમાં આવેલી સબ રજિસ્ટ્રારની ઓફિસમાં છેલ્લા કેટલાય મહિનાઓથી અધિકારીઓ લાંચ લઈને લોકોનું કામ કરતા હોવાની ફરિયાદ એસીબીને મળી હતી, જેના આધારે એસીબીએ એક છટકું ગોઠવી હતું. જેમાં દસ્તાવેજને રજિસ્ટર કરાવી ચોપડે નોંધાવવા માટે થઈને એક દસ્તાવેજ દીઠ 5000 રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી. જેથી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં કામ કરતા તુલસીદાસ પરસોત્તમભાઈ મારકણા કે જેવો વર્ગ-3 નાં કર્મચારી છે તે આજે ફરિયાદી પાસેથી રૂપિયા 1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.