અખિલ ભારતીય ધોરણે કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન ભારતીનું ગુજરાતનું એકમ એટલે કે વિજ્ઞાન ગુર્જરી.વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સ્વદેશી વિજ્ઞાન ચળવળના સંકલ્પ સાથે કાર્ય કરતી સંસ્થા છે.સ્વ નિર્ભર અને વિકસિત ભારતનું સ્વપ્ન લઇ પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાનનો સમન્વય સાધી વિજ્ઞાન ગુજરી કાર્ય કરે છે.આ માટે વિજ્ઞાન ગુર્જરી દ્વારા વર્ષ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે.
વિજ્ઞાન ગુર્જરી દ્વારા 12 ઓગસ્ટ 2023 ના રોજ IIT ગાંધીનગર ખાતે વિવિધ આયામોના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સચિવ પ્રવીણ રામદાસજી,વિજ્ઞાન ગુર્જરીના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડો.ચૈતન્યભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ ગુજરાતમાંથી 800 થી પણ વધુ સંશોધકો,શિક્ષકો , વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન ભારતીના કાર્યકર્તાની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ભારતીય વિજ્ઞાન સંમેલન 2023,વિદ્યાર્થી વિજ્ઞાન મંથન,વિજ્ઞાન ગુર્જરી ઇનોવેશન ક્લબના લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યું તથા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023 નું 10 ઓગસ્ટ 2023ના રોજ આયોજન થયું હતું જેમાં વિજ્ઞાન ગુર્જરીની ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા એક જ દિવસમાં 337 જેટલા એક્સપર્ટ વાર્તાલાપ 337 અલગ અલગ શાળા,કોલેજ અને યુનિવર્સિટીમાં કરવામાં આવ્યા.જેમાં સમગ્ર ગુજરાતમાંથી 24 જિલ્લાના 34,848 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.આ કાર્ય બદલ વિજ્ઞાન ગુર્જરીએ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. તેનું સર્ટિફિકેટ મુખ્યમંત્રીના વરદ હસ્તે આપવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી દ્વારા શરૂ થનાર ઇનોવેશન ક્લબ જે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીમાં સંશોધનાક વૃતિ વધે તે હેતુસર સ્થાપના કરવામાં આવી છે.તેમજ 28 થી 30 ઓક્ટોબર દરમિયાન અખિલ ભારતીયસ્તર પર વિજ્ઞાન ભારતી દ્વારા યોજાનાર ભારતીય વિજ્ઞાન સંમેલન 2023ના પોસ્ટરનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન ગુર્જરી ઇનોવેશન ક્લબની ટીમ અલ્પેશ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા અલગ અલગ મોડલ તેમજ ડેમો બતાવવામાં આવ્યા હતા.