ગુજરાતના દરિયાકાંઠાનો ગેરકાયદેસર કેફી પદાર્થોની હેરાફેરી માટે કેટલાક તત્વો ઉપયોગ કરે છે.પરંતુ આપણી સુરક્ષા એજન્સિઓ અને પાલીસ તેને નિષ્ફળ બનાવે છે.ત્યારે કચ્છના દરિયા પટ્ટા વિસ્તારમાં માંથી વધુ એકવાર BSF ની ટીમને ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. BSF ટીમ દરિયાકાંઠા વિસ્તારના પેટ્રોલિંગમાં હતી.ત્યારે જખૌ નજીક ખિદરત ટાપુથી એક કોથળામાં ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. BSF ટીમે ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને આગળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.