વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે અને કાલે એમ બે દિવસ પોતાના રહેણાંક મકાન કે ઓફિસ પર તિરંગો ધ્વજ લહેરાવી તેની સેલ્ફિ લઈ સ્ટેટસ,ડીપી વગેરેમાં મુકવા આહવાન કર્યુ છે.ત્યારે આજે દેશ ભરના લોકોએ તેમની આપીલને માન આપી પોતાના ઘર તેમજ ઓફિસ કે ધંધા-રોજગારના સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા છે.ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બન્યા હતા.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો.આ વેળા તેમણે દેશભક્તિના મહાપર્વમાં જોડાવાની સૌ નાગરિકોને પ્રેરણા આપી હતી.