બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે મંગળવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે તેમને ભારતીય નાગરિકતા મળી છે. તેમણે લોકોને સ્વતંત્રતા દિવસ 2023ની શુભકામનાઓ પણ પાઠવી હતી. મિસ્ટર ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમારે કહ્યું – દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ! જય હિન્દ!
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે સ્વતંત્રતા દિવસના અવસર પર સારા સમાચાર શેર કર્યા છે. તેણે કહ્યું કે તે દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. અક્ષય કુમારે X પર પોસ્ટ કર્યું કે તેમને ભારતીય નાગરિકતા મળી છે. તેમણે લોકોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી.’ખિલાડી કુમાર’ના નામથી પ્રખ્યાત અક્ષય કુમારે ટ્વિટ કરીને કહ્યું- દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ! જય હિન્દ!
નાગરિકતાને લઈને ટ્રોલ થઈ રહ્યા હતા
અક્ષય કુમાર પાસે ભારતીય નાગરિકતા ના હોવાને કારણે ઘણી વાર ટ્રોલ કરવામાં આવતા હતા. લોકો તેમને ‘કેનેડાના કુમાર’ કહીને બોલાવતા હતા. આ સાથે ટ્રોલર્સ તેની ફિલ્મોને પણ નિશાન બનાવતા હતા, જેની અસર તેની ફિલ્મોના કલેક્શન પર પણ જોવા મળી હતી. જોકે, એક ઈન્ટરવ્યુમાં ‘ખિલાડી કુમાર’એ ભારત પ્રત્યેના પોતાના પ્રેમની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ભારત તેના માટે સર્વસ્વ છે. આજે મારું જે કંઈ નામ છે અને મેં જે કંઈ કમાવ્યું છે તે અહીં રહીને મેળવ્યું છે. અક્ષય કુમારે કહ્યું કે જ્યારે લોકો તેની નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે તેને ખરાબ લાગે છે.