સુરત શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવો વધવા લાગ્યા છે. જેમાં સુરતના મોરાભાગળ BRTS બસ સ્ટેશન રૂટમાં એક કાર ચાલકે રોંગ સાઇડમાં કાર હંકારી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર રેલિંગ પર ચડી ગઈ સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા ન પામી બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કાર ચાલકની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી