કર્ણાટકના બેંગલુરુમાં G20 ડિજિટલ ઈકોનોમી મિનિસ્ટર્સ મીટ યોજાઈ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી G20 ડિજિટલ અર્થતંત્રના પ્રધાનોની સભાને સંબોધન કર્યુ હતુ.તેમણે જણાવ્યુ કે 45 ટકાથી વધુ વૈશ્વિક રીઅલ-ટાઇમ પેમેન્ટ ભારતમાં થાય છે.CoWIN પોર્ટલ ભારતની રસીકરણ ઝુંબેશને સમર્થન આપે છે.અમે AI-સંચાલિત ભાષા અનુવાદ પ્લેટફોર્મ ‘ભાસિની’નું નિર્માણ કરી રહ્યા છીએ.તો વળી તેમણે વધુમા જણાવ્યુ કે આજે ભારતમાં 850 મિલિયનથી વધુ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ છે જે વિશ્વમાં સૌથી સસ્તો ડેટા ખર્ચ માણી રહ્યા છે. અમે શાસનને વધુ કાર્યક્ષમ,સમાવિષ્ટ,ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ લીધો છે.