કર્ણાટક
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં યોજાયેલી G20 ડિજિટલ
ઈકોનોમી મિનિસ્ટર્સ મીટમાં પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે સંબોધનમાં અશ્વિની
વૈષ્ણવે જણાવ્યુ કે આપણે એવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે ભેગા થયા છીએ જે ડિજિટલ
અર્થતંત્રની ઉત્ક્રાંતિને વ્યાખ્યાયિત કરશે.બેંગલુરુ વિશ્વની કેટલીક સૌથી નવીન કંપનીઓનું
ઘર છે.ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગૃપ માટે ભારતીય અધ્યક્ષ દ્વારા ઓળખવામાં આવેલા ત્રણ
પ્રાથમિકતા ક્ષેત્રો છે.ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે DPI,ડિજિટલ
ઈકોનોમીમાં સુરક્ષા અને ડિજિટલ સ્કેલિંગ. આ વડાપ્રધાન મોદીની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત
કરે છે.