વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ચાલી રહેલી G20 ડિજિટલ ઈકોનોમી મિનિસ્ટર્સની બેઠકને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિન કર્યુ હતુ.વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજે ભારતમાં 85 કરોડથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ છે જેઓ વિશ્વમાં સૌથી સસ્તો ડેટાનો આનંદ માણી રહ્યા છે.ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક પડકારો માટે સુરક્ષિત અને સમાવિષ્ટ ઉકેલો પ્રદાન કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું,અમે શાસનને વધુ કાર્યક્ષમ,સમાવેશી,ઝડપી અને પારદર્શક બનાવવા માટે ટેક્નોલોજીનો લાભ લીધો છે.તેમણે ઉમેર્યુ કે કે જન ધન ખાતા,આધાર અને મોબાઈલ ફોનથી નાણાકીય વ્યવહારોમાં ક્રાંતિ આવી છે.પ્રાચીન પરંપરાઓથી લઈને નવીનતમ તકનીક સુધી,ભારતમાં દરેક માટે કંઈક છે.ભારત એક ડઝન જેટલી ભાષાઓ ધરાવતો વૈવિધ્યસભર દેશ છે.
વિશ્વના તમામ ધર્મો અહીં જોવા મળે છે અને અસંખ્ય સાંસ્કૃતિક પ્રથાઓનું પાલન કરવામાં આવે છે.ઘણી વિવિધતા સાથે,ભારત ઉકેલો માટે એક આદર્શ પરીક્ષણ પ્રયોગશાળા બની રહ્યો છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે ઈન્ટરનેટ માટે વૈશ્વિક રીઅલ-ટાઇમ પેમેન્ટના 45 ટકાથી વધુ ભારતમાં થાય છે.તો કોવિડ પોર્ટલે ભારતની રસીકરણ અભિયાનને ટેકો આપ્યો અને 200 કરોડ લોકો સુધી રસી સુધી પહોંચવામાં મદદ કરી.ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ,સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચવામાં મદદ કરી અને તેની મદદથી સરકારે $33 બિલિયનથી વધુની બચત કરી.અમે ‘ભાસિની’ નામનું AI-સંચાલિત ભાષા અનુવાદ પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ.તે ભારતમાં તમામ વિવિધ ભાષાઓમાં ડિજિટલ સમાવેશને સમર્થન આપશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું જેમ જેમ ડિજિટલ અર્થવ્યવસ્થા વધશે,સુરક્ષા સંબંધિત ખતરો તેની સામે આવશે,પડકારો આવશે.સુરક્ષિત ડિજિટલ અર્થતંત્ર માટે સર્વસંમતિ બનાવવાની જરૂર છે.