મહારાષ્ટ્રમાં સોમવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. અકસ્માતની માહિતી આપતાં સ્થાનિક પોલીસે મીડિયાને જણાવ્યું કે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક કન્ટેનર પલટી ગયું, ડિવાઈડર કૂદીને પાંચ કાર સાથે અથડાયું, જેમાં બે લોકોના મોત થયા. જ્યારે અન્ય ચાર ઘાયલ થયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના જિલ્લાના ખોપોલી વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે કન્ટેનરના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાહન પલટી ગયું હતું અને બીજી લેનમાં આવતા પાંચ વાહનો સાથે અથડાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે, “કન્ટેનર પુણેથી મુંબઈ જઈ રહ્યું હતું ત્યારે તે વધુ ઝડપને કારણે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બીજી લેનમાં જતાં પલટી ગયું હતું.”
અધિકારીઓએ માહિતી આપી છે કે આ અકસ્માતમાં પાંચ કાર કન્ટેનરની નીચે આવી ગઈ હતી. જેમાં એક મહિલા સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. “ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.