વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ 15મી બ્રિક્સ સમિટની બાજુમાં જોહાનિસબર્ગમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ 15મી બ્રિક્સ સમિટની બાજુમાં જોહાનિસબર્ગમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.આ બેઠકને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યુ કે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ઉત્તમ મુલાકાત કરી.અમે ભારત-દક્ષિણ આફ્રિકા સંબંધોને વધુ ગાઢ બનાવવાના હેતુથી અનેક મુદ્દાઓની ચર્ચા કરી.અમારી ચર્ચાઓમાં વ્યાપાર,સંરક્ષણ અને રોકાણ સંબંધો મુખ્ય રીતે જોવા મળ્યા.અમે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.