તમિલનાડુના મદુરાઈ સ્ટેશન પર પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. મુસાફરો દ્વારા ટ્રેનમાં લઈ જવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. કોચમાં લાગેલી આગ એટલી ગંભીર હતી કે તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રેલવેએ મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી છે.
તમિલનાડુમાં એક ટ્રેન દુર્ઘટના સામે આવી છે. અહીં મદુરાઈ સ્ટેશન પર પાર્ક કરેલી ટ્રેનના કોચમાં આગ લાગી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, દક્ષિણ રેલવેના સૂત્રોએ જણાવ્યું કે લખનૌથી રામેશ્વરમ જતી ટ્રેનના પેસેન્જર કોચમાં આગ લાગવાથી 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે.
રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક ખાનગી કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી હતી
આગ લાગવાનું કારણ
રેલવેએ ટ્રેનમાં આગ લાગવાનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે પેસેન્જર દ્વારા ગુપ્ત રીતે ગેસ સિલિન્ડર લઈને આવ્યો હતો અને ગેસની બોટલ બ્લાસ્ટ થતા એક કોચમાં ભીષણ આગ લાગી હતી. કોચમાં લાગેલી આગ ખૂબ જ ગંભીર હતી, જેને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે મુશ્કેલીથી બુઝાવી હતી.
મૃતકોના પરિજનોને 10 લાખનું વળતર
ટ્રેનમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રેલવે દ્વારા 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.