વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 નું સમાપન થયુ છે.આ ચેમ્પિયનશિપમાં ઘણા ભારતીય ખેલાડીઓએ પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું.જેમાં ભારત માટે પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં નેશનલ રેકોર્ડ તોડીને 11મું સ્થાન મેળવ્યું.
આ રેકોર્ડ સાથે પારુલે 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે ક્વોલિફાય પણ કર્યું છે.ભારતીય ખેલાડી પારુલ ચૌધરીએ 3000 મીટર સ્ટીપલચેસમાં 11મા નંબરે રહી.તેણે 9 મિનિટ 15.31 સેકન્ડમાં રેસ પૂરી કરી સાથે જ 3000 મીટર સ્ટીપલચેઝમાં,બ્રુનેઈના વિનફ્રેડ મુટીલે યાવીએ 8 મિનિટ 54.29 સેકન્ડ સાથે રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો.આ સિવાય કેન્યાની બીટ્રિસ ચેપકોચે 8 મિનિટ 58.98 સેકન્ડમાં રેસ પૂરી કરીને સિલ્વર જીત્યો હતો.આ ઉપરાંત કેન્યાની અન્ય ખેલાડી ફેથ ચોરોટિચ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યી હતી.ચોરોચિટે 9 મિનિટ 00.69નો પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર હાંસલ કરીને અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.