ભારત G-20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યુ છે.જેથી ભારતના ખ્યાતિ વિશ્વમાં વિસ્તરી છે.આંતર રાષ્ટ્રીય વ્યાપાર અને આદાન પ્રદાન વધતા ભારતની ઈકોનોમિ ઝડપથી ગતી પકડી રહી છે.
હવે બહુ વાર નથી કે ભારતની ઈકોનોમિ 5 ટ્રીલીયનને પહોંચશે.તેથી ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયુ છે.જેથી તેઓ અવાર નવાર સરહદને લઈ નિત નવા પેંતરા કરે છે.તેવામાં ચીને હવે પોતાનો નવો નકશો જાહેર કર્યો છે.તેમાં ભારતના બે વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.ભારતમાં G-20 સમિટમાં શી જિનપિંગ સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ થશે.ચીને આ સમિટ પહેલા તેનો નવો નકશો બહાર પાડ્યો.જેમાં અરુણાચલ પ્રદેશ,અક્સાઈ ચીન ક્ષેત્ર,તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરના ટાપુઓને દર્શાવ્યા છે.’ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની સ્ટાન્ડર્ડ મેપ સેવાની વેબસાઇટ પર આ નકશો જાહેર કરવામાં આવ્યો છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓની રેખાંકન પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.’