મુંબઈ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પહેલા લગ્નના અસ્તિત્વ દરમિયાન બીજા લગ્ન કર્યા પછી શારીરિક સંબંધ બાંધવો એ દુષ્કર્મ સમાન છે.કોર્ટે કહ્યું કે, આ પ્રકારનું વર્તન દુષ્કર્મનો ગુનો છે તેથી આરોપી સામે દુષ્કર્મ અને બીજા લગ્નના આરોપમાં આરોપીઓ સામે નોંધાયેલ એફઆઇઆર રદ્દ કરી શકાય નહીં.
આરોપી પર આરોપ છે કે તેણે છૂટાછેડા લીધા હોવાની ખોટી છાપ આપીને વિધવા મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો.પીડિતાના જણાવ્યા અનુસાર, તેના પતિના મૃત્યુ પછી,આરોપી, જેને તે પહેલેથી જ ઓળખતી હતી તે નજીક આવી ગયો હતો.તેણે ખાતરી આપી હતી કે તે તેની પત્ની સાથે નથી મળતો અને તેથી તે તેનાથી અલગ થઈ જશે.આ પછી તેણે 18 જૂન, 2014ના રોજ મારી સાથે લગ્ન કર્યા,જયારે તેના પહેલા લગ્ન હજુ ચાલુ હતા.આરોપી બે વર્ષ મારી સાથે રહ્યો અને પછી મને નિરાધાર છોડી ગયો.ઉપેક્ષાથી પરેશાન પીડિતાએ 27 સપ્ટેમ્બર 2019ના રોજ એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે કેસ નોંધ્યો હતો.આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરીને તેને રદ્દ કરવાની માંગ કરી હતી.