એશિયા કપ 2023 મા આજે શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શ્રીલંકાના પાલેકલમાં ખેલાશે.તેને લઈ ક્રિકેટ રસિકોમા ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે.વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-થીમાં સ્થાન ધરાવતી આ બંને ટીમો વન ડેના ફોર્મેટમાં ચાર વર્ષ બાદ આમને-સામને ટકરાશે ત્યારે દુનિયાભરના ચાહકોની નજર આ મહા મુકાબલા પર છે.
આજે શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યાથી મેચ શરૂ થનાર છે.ભારતની મજબુત બેટિંગ લાઈન અપની સામે પાકિસ્તાનના બોલરોના મુકાબલાને કારણે આ મેચ અંગે ભારે આકર્ષણ રૂપ બની રહેશે.ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળની કોહલી સાથે ગિલ,ઐયર કિશન જેવા યુવા અને અનુભવી બેટ્સમેનોનું જબરજસ્ત કોમ્બિનેશન છે.જ્યારે પાકિસ્તાનની બોલિંગ આફ્રિદી,નસીમ શાહ તેમજ રઉફ સંભાળશે. પાકિસ્તાને મેચના એક દિવસ પહેલા જ પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી હતી.ઈજામાંથી પુનરાગમન કરનારા ભારતના બુમરાહની સાથે શમીની તેજ બોલિંગ પાકિસ્તાનના બેટ્સમેનોને ભારે પડી શકે છે.તો વળી ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને રવિન્દ્ર જાડેજા પણ જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે સજ્જ છે.જ્યારે સ્પિનર તરીકે જાડેજા સાથે કુલદીપને સ્થાન મળવાની શક્યતા છે.