એશિયા કપ 2023 માં ભારત-પાકિસ્તાનની મહત્વની મેચ વરસાદમાં ધોવાઈ જતા ક્રિકેટ ચાહકોમાં નિરાશા વ્પાપી હતી.જોકે ક્રિકેટપ્રેમીઓ માટે એશિયા કપ 2023 મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
કોલંબોમાં ભારે વરસાદને પગલે એશિયા કપની મેચો શિફ્ટ કરવામ અંગે નિર્ણય લેવાઈ શકે છે.હવામાન વિભાગ અનુસાર કોલંબોમાં વરસાદ રોકાય તેવી કોઈ શક્યતા ન હોવાથી આગામી સમયમાં ભારે વરસાદ પડે તેવા અણસારને જોતા એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આવતા સપ્તાહે યોજાનાર સુપર 4 મેચોને શિફ્ટ કરવા વિચાર કરાયાના અહેવાલો છે.
ત્યારે હવે કોલંબોમાં આયોજીત મેચ પલ્લેકેલે અથવા દામ્બુલામાં યોજાઈ શકે છે.ACC એ મેચને શિફ્ટ કરવા અંગે વિચારણા શરૂ કરી છે.પ્રથમ મેચ 9 સપ્ટેમ્બરે કોલંબોમાં અને પાકિસ્તાનમાં 2 વધુ મેચ રમવાની છે.ત્યારે ACC આગામી 2 દિવસમાં સ્થળ અંગે નિર્ણય કરી શકે છે.